fbpx

પ્રાંતિજ ના કાટવાડ પાસે કાર ચાલકે એકટીવા ચાલક ને ટક્કર મારી મોત નિપજાવી ધટના સ્થળે થી ભાગી ગયો

Spread the love

અકસ્માત મા હિંમતનગર ના એકટીવા ચાલક નુ મોત

પ્રાંતિજ ના કાટવાડ પાસે કાર ચાલકે એકટીવા ચાલક ને ટક્કર મારી મોત નિપજાવી ધટના સ્થળે થી ભાગી ગયો
– કાર ચાલક અકસ્માત સર્જી મોત નિપજાવી કાર લઈ ભાગી હતો
– એકટીવા પાછળ બેઠેલ બે બાળકો ને ઇજાઓ પોહચી
– બન્ને બાળકોને ૧૦૮ મારફતે હિંમતનગર સિવિલ ખાતે  સારવાર અર્થે ખસેડવામા આવ્યા
– પ્રાંતિજ પોલીસે અજાણ્યા કાર ચાલક વિરૂધ્ધ ગૂનોપોધી આગળ ની તપાસ કરી
             


સાબરકાંઠા જિલ્લા ના હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે-૪૮ પ્રાંતિજ ના કાટવાડ પાસે કાર ચાલકે એકટીવા ચાલક ને ટક્કર મારતા એકટીવા ચાલક નુ ધટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજયુ હતુ તો એકટીવા પાછળ બેઠેલ બે બાળકો ને ઇજાઓ પોહચતા ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા

  હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે-૪૮ રોડ ઉપર આવેલ પ્રાંતિજ ના કાટવાડ પાસેથી પ્રસાર થઈ રહેલ એકટીવા ચાલક ને કોઇ અજાણ્યો કાર ચાલક પોતાની કાર ફુલફાસ્ટ હંકારીલઇ આવી ટક્કર મારી એકટીવા ચાલક એકટીવા સાથે રોડ ઉપર પટકાતા શરીરે તથા માથાના ભાગે જીવલેણ ઇજાઓ પોહચી હતી જેમા એકટીવા ચાલક હિંમતનગર ના ભોલેશ્વર ખાતે રહેતા અલ્પેશજી જગતસિંહ પરમાર નુ ધટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજયુ હતુ તો અકસ્માત ને લઈ ને આજુબાજુમાથી લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ ને ફોન કર્યો હતો તો એકટીવા ઉપર તેમની પાછળ બેઠેલ બે બાળકોને પણ શરીરે ઈજાઓ પોહચતા તેવોને ૧૦૮ મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા જયારે અકસ્માત અંગેની પ્રાંતિજ પોલીસ ને જાણ થતા તેવો પણ તાત્કાલીક ધટના સ્થળે દોડી આવી હતી અને મૃતક ઇસમ ને પ્રાંતિજ સિવિલ ખાતે પીએમ અર્થે મોકલી પાસે આવેલ હોટલ ઉપર લાગેલ સીસીટીવી ફુટેજ ચેક કરવામા આવ્યા હતા તો અકસ્માત સર્જી ને મોત નિપજાવી અજાણ્યો કાર ચાલક ધટના સ્થળે થી ભાગી ગયો હતો તો પ્રાંતિજ પોલીસ દ્રારા અકસ્માત નો ગુનોનોંધી આગળની તપાસ હાથધરી હતી

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!