fbpx

પ્રાંતિજ સાંસદે વયોવૃધ્ધ અંધ મહિલાની મુલાકાત લઈ ખબર અંતર પુછયા

Spread the love

પ્રાંતિજ સાંસદે વયોવૃધ્ધ અંધ મહિલાની મુલાકાત લઈ ખબર અંતર પુછયા
– મકાન ની દિવાલ ધરાશાયી થતા અંધ વયોવૃધ્ધ મહિલાનો આબાદ બચાવ થયો હતો
– તંત્ર ને પણ તાત્કાલીક સહાય ચુકવા અપીલ કરી
– સાંસદે પડોશી ધર્મ નિભાવતા પડોશીઓને ધન્યતા આપી હતી
                 


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ બજાર વિસ્તાર મા મકાન ની દિવાલ ધરાશાયી થતા વયોવૃધ્ધ નિસહાય અંધ મહિલાનો બચાવ થયો હતો તો સાંસદ દ્રારા સ્થળ મુલાકાત લઈ વયોવૃધ્ધ અંધ મહિલાના ખબર અંતર તંત્ર ને તાત્કાલિક સર્વે કરી ઝડપી સહાય ચુકવવા અપીલ કરી


  પ્રાંતિજ ખાતે ભારે પવન તેજ વરસાદ ને લઈ ને ચાર જેટલા મકાનો ની દિવાલો ધરાશાયી થઈ હતી જેમા પ્રાંતિજ બજાર વિસ્તાર મા આવેલ ગુજ્જર ની પોળ મા રહેતા વયોવૃધ્ધ નિ:સહાય અંધ મહિલા કલાબેન પ્રવિણચંદ્ર પંડ્યા ના મકાનની પાછળના ભાગ ની દિવાલ ધરાશાય થઇ હતી જેમા વયોવૃધ્ધ અંધ મહિલા રાત્રીના તેવોના ધરમાજ સુતા હોય તેવોનો આબાદ બચાવ થયો હતો અને તેવોની બાજુમા રહેતા પરિવાર દ્રારા તેવોને રાત્રીનાજ પોતાના ધરે લઇ ગયા હતા અને ત્યારબાદ પોતાના ધરેજ રાખ્યા હતા અને તેવોએ પોતે પડોશી ધર્મ નિભાવ્યો હતો તો વોર્ડ નંબર ચારના પૂર્વ મહિલા કોર્પોરેટર દિપ્તીબેન બ્રહ્મભટ્ટ ને પણ મકાન ની દિવાલ ધરાશાયી થઈ હોવાના સમાચાર મળતા તેવો પણ તાત્કાલીક સ્થળ મુલાકાત લીધી હતી તો સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ને પણ સમાચાર મળતા તેવોએ પણ દિવસ દરમ્યાન કાર્યકમો મા વ્યસ્ત હોવાછતાંય રાત્રીના સમયે સમય કાઢી પોતે ગુજ્જર ની પોળ ખાતે દોડી આવ્યા હતા અને વયોવૃધ્ધ અંધ મહિલા કલાબેન ના ધરે આવી ધરમા ફરી નિરીક્ષણ કરી તેવોને સાત્વાસન આપી આપ્યુ હતુ પડોશીઓનો પણ પડોશી ધર્મ નિભાવતા પરિવાર ને ધન્યતા અપી હતી તો સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્રારા પ્રાંતિજ નગરપાલિકા ના કર્મચારી જતીનભાઇ જોષી ને બોલાવી ને તાત્કાલિક સર્વે કરી તાત્કાલિક ઝડપી સહાય ચુકવવા માટે અપીલ પણ કરી હતી તો આ પ્રસંગે નગરપાલિકાના પૂર્વ મહિલા કોર્પોરેટરર દિપ્તીબેન બ્રહ્મભટ્ટ , મંથન બારૈયા , હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ , કુશવભાઇ બ્રહ્મભટ્ટ સહિત ઉપસ્થિત રહ્યા હતા  .

જીલ રાવલ પ્રાંતિજ 

error: Content is protected !!