fbpx

રતન ટાટાના આ શેરે બરબાદ કરી દીધા! પહેલા ખૂબ ઉછળ્યો, પછી 850ના કડાકા સાથે તૂટ્યો

Spread the love

બે દિવસના ઉછાળા પછી ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. આ શેર બે ટ્રેડિંગ સેશનમાં 25 ટકા સુધી વધ્યો હતો, પરંતુ ટ્રેડિંગ સેશન દરમિયાન જ તે ઊંચા સ્તરેથી રૂ. 800થી વધુ ઘટી ગયો હતો. જેના કારણે રોકાણકારોને મોટો આંચકો લાગ્યો છે. છેલ્લા બે દિવસ એટલે કે મંગળવાર અને બુધવારના ટ્રેડિંગ સેશનમાં સ્ટોક 25 ટકાથી વધુ વધ્યો હતો. આ શેરની પાંચ મહિનાની ઊંચી સપાટી હતી. શેરમાં આ વધારો ત્યારે થયો, જ્યારે સમાચાર આવ્યા કે ટાટા સન્સે રૂ. 20,000 કરોડથી વધુની લોન ચૂકવી દીધી છે. આ પછી શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો.

20,000 કરોડથી વધુની લોનની ચુકવણીના સમાચાર આવ્યા પછી, રોકાણકારોએ ઝડપથી શેરમાં રોકાણ કરવાનું શરૂ કર્યું. આ શેર 26 ઓગસ્ટે રૂ. 6171ના સ્તરે બંધ થયો હતો અને 27 ઓગસ્ટના રોજ વધીને રૂ. 7372.30 પર બંધ થયો હતો. આ સમયગાળા દરમિયાન આ શેર તેનાથી પણ ઉપર ગયો હતો. આ પછી, 28 ઓગસ્ટે, શેર લીલા નિશાન સાથે 7500 રૂપિયા પર ખુલ્યો. શેરમાં ખરીદી ચાલુ રહી અને તે વધીને રૂ. 8075.90 થયો. જે શેરની પાંચ મહિનાની ઊંચી સપાટી છે. પરંતુ અહીં પહોંચ્યા પછી, શેર તેની ઉપરની તરફનો ટ્રેન્ડ જાળવી શક્યો નહીં અને ઘટવાનું શરુ કર્યું હતું.

બપોરે શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 3 વાગ્યે લગભગ બે ટકા ઘટીને રૂ. 7200 થયો હતો. આ રીતે એક જ ટ્રેડિંગ સેશન દરમિયાન શેરમાં રૂ. 875નો ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. શેરે છેલ્લા 365 દિવસમાં મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. BSE પર આ શેર 225 ટકા વધ્યો છે. BSE ડેટા અનુસાર, શેરે છેલ્લા ત્રણ વર્ષમાં ઉત્તમ વળતર આપ્યું છે, જે 519.36 ટકા છે. કંપનીની માર્કેટ કેપ ઘટીને રૂ. 36,226 કરોડ થઇ ગઇ છે.

ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનનો મુખ્ય વ્યવસાય લિસ્ટેડ અને અનલિસ્ટેડ ઇક્વિટી શેર્સ, ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરે છે. આ કંપની રોકાણ કંપનીની શ્રેણી હેઠળ ભારતીય રિઝર્વ બેંક (RBI) સાથે નોંધાયેલ NBFC છે. RBIએ સપ્ટેમ્બર 2022માં ટાટા સન્સને NBFC-અપર લેયર (NBFC-UL) તરીકે વર્ગીકૃત કર્યું હતું. RBIની જરૂરિયાતો મુજબ, આ કેટેગરીમાં વર્ગીકૃત થયાના ત્રણ વર્ષની અંદર NBFC-UL સાર્વજનિક રીતે સૂચિબદ્ધ હોવું આવશ્યક છે. ટાટા સન્સ તેની ગ્રૂપ કંપનીઓમાં રોકાણ કરવા માટે બેન્કો અને બજારમાંથી મૂડી એકત્ર કરે છે, જેમાં મુખ્ય ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), ટાટા મોટર્સ અને ટાટા સ્ટીલનો સમાવેશ થાય છે.

error: Content is protected !!