ગુજરાતમાં આ વખતે વરસાદે રાજ્યની હાલત કફોડી કરી નાંખી છે. અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ અને ડેમના પાણી છોડવાને કારણે પૂર આવી ગયા છે અને એવી સ્થિતિ ઉદભવી કે ટ્રેનો રદ થઇ ગઇ, 916 રસ્તાઓ બંધ થઇ ગયા, બસોની ટ્રીપ કેન્સલ કરી દેવામાં આવી.
ગુજરાતમાં વરસાદી તોફાનને કારણે 28 લોકોના મોત થયા છે. 42000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 3641 લોકોને રેસ્કયુ કરવામાં આવ્યા છે.સૌથી વધારે ખરાબ હાલત વડોદરા, જામનગર, દ્વારકાની થઇ છે.વડોદરામાં એક વ્યકિતએ પોસ્ટ કરીને લખ્યું કે મારા ઘરની બહાર 8 ફુટ પાણી ભરાયા છે અને મારી 50 લાખની ઓડી સહિત 3 કાર પાણીમાં ડુબી ગઇ છે. મારે હવે જીવવા જેવું કશું રહ્યું નથી.
બીજી તરફ ગુજરાતમાં અનેક સંસ્થાઓ રાહત કામ માટે મદદે આવી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ફુડ પેકેટ વ્હેંચવામાં આવી રહ્યા છે.