fbpx

મુકેશ અંબાણીની AGMમાં બોનસ શેરની જાહેરાત, શેર હોલ્ડર્સને જાણો કંઈ રીતે થાય ફાયદો

Spread the love

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ગુરુવારે કંપનીની વાર્ષિક સાધારણ સભામાં મોટી જાહેરાત કરી છે જેને કારણે શેર હોલ્ડર્સને મોટો ફાયદો થશે. મુકેશ અંબાણીએ 47મી AGMમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના એક શેર પર એક શેર બોનસ આપવાની જાહેરાત કરી. જાહેરાતને કારણે આજે શેરનો ભાવ 2 ટકા જેટલો ઉછળી ગયો હતો.

રિલાયન્સે આ પહેલા 2009માં પણ એક શેરે એક અને 2017માં પણ એક શેરે એક શેર બોનસ આપ્યુ હતું. આ વખતે શેર હોલ્ડર્સને ત્રીજી વખત બોનસ શેર્સ મળશે.

મુકેશ અંબાણીએ કહ્યું કે, કંપનીની 5 સપ્ટેમ્બરે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ મળશે જેમાં બોનસની દરખાસ્ત મંજૂર કરવામાં આવશે.

આ ઉપરાતં મુકેશ અંબાણીએ કહ્યું કે, JIO દુનિયાની સૌથી મોટી મોબાઇલ ડેટા કંપની બની ગઇ છે અને ટુંક સમયમાં JIO બ્રેન આર્ટિફિશ્યવલ ઇન્ટેલિજન્સ લોંચ કરશે.

error: Content is protected !!