fbpx

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરમાં ત્રીજીવાર માફી માગી

Spread the love

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના પાલઘરમાં વાઢવણ પોર્ટના શિલાન્યાસ માટે શુક્રવારે પહોંચ્યા હતા. જાહેર મંચ પર સંબોધતા કરતા તેમણે સૌથી પહેલા માફી માંગી હતી. મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તુટી પડવાની ઘટના અંગે  PM મોદીએ માફી માંગી હતી. મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષ આ મુદ્દાને મોટો બનાવે તે પહેલાં પ્રધાનમંત્રીએ પાણી પહેલાં પાળ બાંધી હતી.

PM મોદીએ કહ્યું, જ્યારે 2013માં ભાજપે મને પ્રધાનમંત્રી ઉમેદવાર જાહેર કર્યો ત્યારે રાયગઢમાં છત્રપતિ શિવાજી મહારાજની સમાધી સામે બેસીને મેં પ્રાર્થના કરી હતી અને મારી રાષ્ટ્રીય સેવાની શરૂઆત કરી હતી.

 PM મોદીએ જાહેર મંચ પરથી કહ્યું કે, તાજેતરમાં સિંધુદુર્ગમાં જે થયું, તે મારા માટે અને મારા સાથીઓ માટે છત્રપતિ શિવાજી મહારાજ માત્ર નામ નથી, માત્ર રાજા-મહારાજા કે રાજપુરુષ નથી, પરંતુ અમારા માટે છત્રપતિ શિવાજી મહારાજ આરાધ્ય દેવ છે. આજે હું તેમાન ચરણોમાં નતમસ્તક માથું ઝુકાવીને માફી માંગું છું. અમારા સંસ્કાર અલગ છે.

error: Content is protected !!