fbpx

કેનેડાએ ઇમિગ્રેશન પોલીસી બદલી, ભારતીયો પર શું અસર થશે?

Spread the love

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટુડોએ X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું કે અમે કેનેડામાં ઓછા પગાર અને કામચલાઉ વિદેશી કામદારોની સંખ્યામાં ઘટાડો કરી રહ્યા છે. આને કારણે કેનેડામાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન પણ શરૂ કરી દીધા છે. કેનેડાની ઇમિગ્રેશન પોલીસીમાં બદલાવને કારણે શું ભારતીય વિદ્યાર્થીઓને કોઇ અસર થશે?

કેનેડામાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓમાંથી 40 ટકા વિદ્યાર્થીઓ કેનેડામાં સ્ટુડન્ટસ વિઝા સાથે રહે છે. કેનેડાની નવી ઇમિગ્રેશન પોલીસીને કારણે કેનેડામાં સ્થાયી થવાનું સપનું જોતા યુવાનોને મોટો ફટકો પડશે. એક અંદાજ મુજબ 70,000 વિદ્યાર્થીઓએ કેનેડા છોડવાનો વારો આવશે, એમા ભારતીય વિદ્યાર્થીઓ પણ હશે. એટલે જ ભારતીય સ્ટુડન્સે કેનેડામાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા છે. ઓસ્ટ્રેલિયામાં પણ વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા સિમિત કરવાનો નિર્ણય કરાયો છે અને વિદેશી વિદ્યાર્થીઓની ફી બમણી કરી દેવામાં આવી છે.

error: Content is protected !!