રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS)ની સમન્વય બેઠક 31 ઓગસ્ટ, શુક્રવારથી કેરળના પલક્કડમાં શરૂ થઇ ગઇ છે અને 2 સપ્ટેમ્બર સુધી આ ચાલશે. આ બેઠકમાં ભાજપ સહિત RSSના 32 સંગઠનો ભાગ લેવાના છે. આ બેઠકનું મહત્ત્વ એટલા માટે છે કે એમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. ખાસ કરીને આગામી દિવસોમાં જમ્મુ-કાશ્મીર, હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે ભાજપ માટે ખાસ મહત્ત્વની બેઠક છે.
આવતા વર્ષે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના 100 વર્ષ પુરા થઇ રહ્યા છે અને સપ્ટેમ્બર 2025થી સપ્ટેમ્બર 2026 સુધી અનેક કાર્યક્રમો થવાના છે. આ બેઠકમાં રાષ્ટ્રીય મુદ્દાઓ ઉપરાંત સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, સંસ્થાવાદને ખતમ કરવા અને પારિવારિક સંબંધોને મજબુત કરવા જેવા મુદ્દા ચર્ચાશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીનો પણ મુદ્દો હશે.