અદાણી ગ્રુપની કંપની અદાણી પાર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)એ શુક્રવારે કહ્યું કે, તેણે એક ફર્મમાં 80 ટકા હિસ્સેદારી ખરીદવા માટે ડીલ કરી છે. કંપનીએ આ હિસ્સેદારી ગ્લોબલ કંપની એસ્ટ્રોમમાં 185 બિલિયન ડૉલર કેશ સાથે ડીલ કરી છે. જેનો અર્થ છે કે આ કંપનીમાં 80 ટકા હિસ્સેદારી ખરીદવા માટે 185 મિલિયન ડૉલર (1552 કરોડ રૂપિયા)માં ડીલ થઈ છે.
અદાણી પોર્ટ્સે કહ્યું કે, આ લેવડ-દેવડ બાદ પહેલા વર્ષથી જ કંપનીની વેલ્યૂમાં વધારો થવાની આશા છે. એસ્ટ્રો મિડલ ઈસ્ટ, ઈન્ડિયા, સુદૂર પૂર્વ એશિયા અને આફ્રિકામાં એક અગ્રણી વૈશ્વિક અપતટિય સહાયતા પોત (OSV) ઓપરેટર છે. એસ્ટ્રો પાસે 26 OSVનો બેડો છે, જેમાં એન્કર હેન્ડલિંગ ટગ (AHT), ફ્લેટ ટોપ બાર્જ, મલ્ટીપર્પઝ સપોર્ટ વેસલ્સ (MPSV) અને વર્કબોટ સામેલ છે અને એ પોત સંચાલન અને પૂરક સેવાઓ પ્રદાન કરે છે.
APSEZના ડિરેક્ટર અને CEO અશ્વિની ગુપ્તાએ કહ્યું કે, એસ્ટ્રોનું અધિગ્રહણ દુનિયાના સૌથી મોટા સમુદ્રી ઓપરેટરોમાંથી એક બનાવમાં અમારા રોડમેપનો હિસ્સો છે. એસ્ટ્રો અમારા 142 ટગ અને ડ્રેજરના હાલના બેડામાં 26 OSV જોડાશે, જેથી કુલ સંખ્યા 168 થઈ જશે. અધિગ્રહણમાં અમને ટિયર-1 ગ્રાહકોની એક પ્રભાવશાળી લિસ્ટ સુધી પહોંચ મળશે, જ્યારે અરબની ખાડી, ભારતીય ઉપમહાદ્વીપ અને સુદૂર પૂર્વ એશિયામાં અમારી ઉપસ્થિતિ અને મજબૂત થશે.
તેમણે કહ્યું કે, અમે એસ્ટ્રોની નેતૃત્વવાળી ટીમ સાથે મળીને કામ કરવા અને હાલના પ્લેટફોર્મને આગળ વધવા માટે તત્પર છીએ. BSE પર અદાણી પોર્ટ્સના શેર શુક્રવારે 0.46 ટકા વધીને 1482.65 રૂપિયા બંધ થયા, જ્યારે ગત વખત તે 1475.85 રૂપિયા પર બંધ થયા હતા. કંપનીનું માર્કેટ કેપ 3.20 લાખ કરોડ રૂપિયા રહ્યું. ઉલ્લેખનીય છે કે, અદાણીના આ શેરે છેલ્લા એક વર્ષમાં 81 ટકાનું રિટર્ન આપી ચૂક્યા છે. 5 વર્ષમાં આ સ્ટોકમાં 305.25 ટકાની તેજી આવી છે.