fbpx

રાહુલને લઇને સ્મૃતિના બદલાયા સૂર! સમજો LSની ચૂંટણી અગાઉ અને પછીની પૂરી કહાની

Spread the love

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા કહેવાતા સ્મૃતિ ઇરાની હાલના દિવસોમાં પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં છે. તેમણે લોકસભામાં નેતા પ્રતિપક્ષ અને રાયબરેલીથી સાંસદ રાહુલ ગાંધીને લઇને પ્રતિક્રિયા આપી છે. ગત દિવસોમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન સ્મૃતિ ઇરાની રાહુલ ગાંધીના વખાણ કરતા નજરે પડ્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે, આ સમયે રાહુલ ગાંધી અલગ પ્રકારની રાજનીતિ કરે છે. આ પહેલી વખત નથી જ્યારે રાહુલ ગાંધીને લઇને પ્રતિક્રિયા આપી હોય, પરંતુ એ જરૂર પહેલી વખત છે, જ્યારે તેઓ પ્રશંસાત્મક અંદાજમાં નજરે પડ્યા છે.

સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધીને લઇને ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘જ્યારે તેઓ જાતિ પર બોલે છે કે સંસદમાં ટી-શર્ટ પહેરે છે તો તેમને ખબર છે કે યુવા પેઢીને સફેદ ટી-શર્ટ શું સંદેશ આપે છે. આપણે એ વહેમમાં ન રહેવું જોઇએ કે તેઓ જે પણ પગલું ઉઠાવે છે, પછી તે તમને પસંદ હોય કે ન હોય કે બાલિશ લાગે, પરંતુ હવે અલગ પ્રકારની રાજનીતિ કરી રહ્યા છે. આ વાત સ્મૃતિ ઇરાની સુશાંત સિંહાના પોડકાસ્ટ ઇન્ટરવ્યૂમાં કહી હતી.

સ્મૃતિ ઇરાની અને રાહુલ ગાંધીના પરસ્પર પ્રતિદ્વંદ્વિતાની વાત કરીએ તો વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીથી શરૂ થઇ. આખા દેશમાં મોદી લહેર ચાલી રહી હતી. ભાજપે કોંગ્રેસના ગઢ અમેઠીથી સ્મૃતિ ઇરાનીને રાહુલ ગાંધી વિરુદ્ધ ઉમેદવાર બનાવ્યા હતા. એ ચૂંટણીમાં સ્મૃતિ ઇરાનીને જરૂર હાર મળી હતી, પરંતુ હાર બાદ પણ સ્મૃતિ ઇરાની કેન્દ્રમાં રહ્યા અને રાહુલ ગાંધી પર ભાજપ તરફથી સૌથી વધુ હુમલાવર રહ્યા. સ્મૃતિ ઇરાનીએ 5 વર્ષ અમેઠીને સમય આપ્યો અને વર્ષ 2019ની ચૂંટણીમાં ફરી એક વખત રાહુલ ગાંધી વિરુદ્ધ તાલ ઠોક્યો. આ ચૂંટણીમાં સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસનો કિલ્લો ધરાશાયી કર્યો. તેમણે રાહુલ ગાંધીને 55,129 વૉટથી હરાવ્યા હતા.

ગત લોકસભાની ચૂંટણીમાં અમેઠીથી ભાજપના ઉમેદવારના રૂપમાં સ્મૃતિ ઇરાની ચૂંટણી લડી રહ્યા હતા તો કોંગ્રેસે ગાંધી પરિવારના વફાદાર અને વિશ્વાસપાત્ર કે.એલ. શર્માને ઉમેદવાર બનાવ્યા. ચૂંટણી પરિણામે ન માત્ર સ્મૃતિ ઇરાનીને ઝટકો આપ્યો, પરંતુ ઉત્તર પ્રદેશના પરિણામે ભાજપને પણ ઝટકો આપ્યો. સ્મૃતિ ઇરાનીને કેએલ શર્માએ 1.67 લાખ વૉટથી હરાવ્યા હતા. તો ભાજપ રાજ્યામાં 80 લોકસભામાંથી માત્ર 33 પર જ જીતી શકી હતી. સ્મૃતિ ઇરાની રાહુલ ગાંધીને લઇને હંમેશાં હુમલાવર હતા. મણિપુરનો મામલો હોય કે પછી ભારત જોડો યાત્રા દરમિયાન કન્હૈયા કુમારને લઇને સ્મૃતિ દરેક વખત હુમલો કરતા નજરે પડ્યા.

તેમણે કન્હૈયાને ભારત વિરોધી નારા લગાવનાર બતાવ્યો હતો. રાહુલ ગાંધી વર્ષ 2019ની ચૂંટણીમાં કેરળના વાયનાડથી સાંસદ બન્યા બાદ 2024માં અમેઠીથી ચૂંટણી લડવાને લઇને ઘણી વખત ચૂંટણી વાત કરતા નજરે પડ્યા હતા. જો કે, ચૂંટણી પરિણામ બાદ સ્મૃતિ ઇરાની સહિત ઘણા નેતાઓને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાને લઇને રાહુલ ગાંધીએ X પર પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે કોઇએ પણ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવો તેમજ ખરાબ વ્યવહાર કરતા બચવું જોઇએ.

હું બધાને આગ્રહ કરું છું કે તેઓ શ્રીમતી સ્મૃતિ ઇરાની કે કોઇ અન્ય નેતા પ્રત્યે અપમાજનક ભાષાનો ઉપયોગ કરવા અને ખરાબ વ્યવહાર કરતા બચે. લોકોને અપમાનિત કરવા અને તેમનું અપમાન કરવું કામજોરીની નિશાની છે, તાકતની નહીં.

error: Content is protected !!