fbpx

મુસ્લિમોના વૉટને લઇને માંઝીના પુત્રએ આ શું કહી નાખ્યુ? શાહબુદ્દીન અને લાલુ..

Spread the love

હિન્દુસ્તાની આવામ મોરચા (HAM)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્ય સરકારમાં મંત્રી ડૉ. સંતોષ કુમાર સુમને કહ્યું કે, RJD મુસ્લિમ છટકી જવાના ડરથી હિન્દુઓની ભાવનાઓ પર ઠેસ પહોંચાડે છે અને મુસ્લિમ પટ્ટરપંથીઓના નિવેદન પર મૌન સાધે છે. કેન્દ્રીય મંત્રી જિતન રામ માંઝીના પુત્ર સંતોષ સુમને વધુમાં કહ્યું કે RJD, ભારતીય જનતા પાર્ટી (BJP) નેતાઓના કથિત નિવેદન તોડી-મરોડીને રજૂ કરે છે. આ તુષ્ટિકરણ 2025માં કામ નહીં આવે. લાલુ યાદવે ગરીબ મુસ્લીમોના રોજી રોજગાર માટે કંઇ કર્યું નથી, પરંતુ સીવાનના આતંક શહાબુદ્દીનનો ધર્મ જોઇને ધારાસભ્ય અને સાંસદ બનાવતા રહ્યા.

સંતોષ સુમને કહ્યું કે કોંગ્રેસના નેતા સલમાન ખુર્શિદે ભારતમાં બાંગ્લાદેશ જેવી ઘટનાનું પુનરાવર્તન કરવાની ધમકી આપી, ત્યારે લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવે મૌન સાધી લીધું હતું. તેમણે કહ્યું કે, તેજસ્વી યાદવ પોતાનું એક નિવેદન બતાવે જેમા દેશ વિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલા ઇસ્લામી ચરમપંથી સંગઠનની નિંદા કરવામાં આવી હોય. ડૉ. સંતોષ સુમને કહ્યું કે, બિહારમાં નેતા પ્રતિપક્ષ તેજસ્વી યાદવે મહારાષ્ટ્રના એક ભાજપના ધારાસભ્યની ચીમકી પર ટિપ્પણી કરવા અગાઉ પોતાના વરિષ્ઠ નેતા અબ્દુલ બારી સીદ્દિકીના નિવેદન પર બોલવું જોઇએ જેમણે ભારતમાં ડર લાગી રહ્યો છે અને જે પોતાના બાળકોને વિદેશમાં વસી જવાની સલાહ આપે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, 2016માં RJDના સત્તામાં ભાગીદાર રહેતા ત્રિપલ હત્યાકાંડમાં આરોપી શહાબુદ્દીનને તેની મરજી મુજબ ભાગલપુર સેન્ટ્રલ જેલથી સીવાન જેલ ટ્રાન્સફર કરવાની ઘટના થઇ. એ સમયે તેજસ્વી યાદવ નાયબ મુખ્યમંત્રી હતા. શું તેનાથી સામાન્ય મુસ્લિમોનું કોઇ ભલું થયું? શું એ શરમજનક તુષ્ટિકરણ નહોતું? મુસ્લિમ ભાઇઓને ડરાવીને વોટ બેન્ક બનાવવાની ખોટી નિયતથી કામ નહીં ચાલે. હવે દેશના મુસ્લિમ પણ વિકાસની ગાડીમાં સવાર થઇ ચૂક્યા છે. તેમને પણ મુખ્યધારામાં સામેલ થવાનું સારું લાગી રહ્યું છે.

તો કૃષિ મંત્રી મંગલ પાંડેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકમાં કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત 7 કાર્યક્રમો માટે લગભગ 14 હજાર કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી. આ નિર્ણયથી બિહાર જેવા કૃષિ પ્રધાન રાજ્યને ખૂબ લાભ મળશે. ખેડૂતોની આવક અને તેમના જીવનમાં ખુશી લાવવાની કેન્દ્ર સરકારની આ પહેલ સ્વાગત યોગ્ય છે.

error: Content is protected !!