fbpx

ICICI બેન્કે જણાવ્યું નોકરી છોડ્યા બાદ કેમ કરવામાં આવ્યું બુચને કરોડોનું પેમેન્ટ

Spread the love

SEBI ચીફ માધબી પૂરી બુચ પર કોંગ્રેસના આરોપો બાદ ICICI બેન્કે સ્પષ્ટતા આપી છે. બેન્કે સ્પષ્ટ કર્યું કે રિટાયરમેન્ટ બાદ વર્ષ 2017થી SEBI ચીફને કોઇ વેતન કે એમ્પ્લોય સ્ટોક ઓપ્શન પ્લાન (ESOP) આપવામાં આવ્યો નથી. બેન્કે એ આરોપોનું ખંડન કર્યું કે માધબી પૂરી બુચ વર્ષ 2017માં SEBIમાં સામેલ થયા બાદ ICICI બેન્ક અને તેમની સહયોગી કંપની પાસેથી સેલેરી લઇ રહ્યા હતા. બેન્ક કે તેમના ગ્રુપની કંપનીઓએ તેમને કોઇ વેતન કે કોઇ એમ્પલોઇ સ્ટોક ઓપ્શન પ્લાન આપ્યો નથી.

ICICI બેન્કે મીડિયાને આપેલા નિવેદનમાં કહ્યું કે, ICICI બેન્ક કે તેમના ગ્રુપની કંપનીઓએ માધબી પૂરી બુચને તેમના રિટાયરમેન્ટ બાદ તેમના રિટાયરમેન્ટ બેનિફિટ સિવાય કોઇ સેલેરી કે કોઇ ESOP આપવામાં આવ્યો નથી. એ ધ્યાન આપવા યોગ્ય છે કે તેમણે 31 ઓક્ટોબર 2013 થી સુપર એન્યુઅલનો વિકલ્પ પસંદ કર્યો હતો. બેન્કે કહ્યું કે, ICICI ગ્રુપમાં પોતાની નોકરી દરમિયાન માધબી પૂરી બુચને લાગૂ પોલિસી મુજબ સેલેરી, રિટાયરમેન્ટ બેનિફિટ, બોનસ અને એમ્પલોય સ્ટોક ઑપ્શનના રૂપમાં વળતર મળ્યું.

ICICI બેન્કે સ્પષ્ટ કર્યું કે માધબી પૂરી બુચને તેમના રિટાયરમેન્ટ બાદ કરવામાં આવેલી બધી પેમેન્ટ ICICI ગ્રુપમાં તેમના રોજગાર દરમિયાન કરવામાં આવી હતી. બેન્કે જણાવ્યું કે, આ પેમેન્ટ્સમાં એમ્પ્લોય સ્ટોક ઓપ્શન પ્લાન અને રિટાયરમેન્ટ બેનિફિટ સામેલ છે. ESOPનો અર્થ થાય છે કે કંપની પોતાના કર્મચારીને કેટલાક સ્ટોકની ઓનરશિપ આપે છે. બેન્કે પોતાના નિવેદનમાં કહ્યું કે, બુચને પોતાની નોકરી દરમિયાન લાગૂ નીતિઓના હિસાબે સેલેરી, રિટાયરમેન્ટ બેનિફિટ, બોનસ અને ESOPના રૂપમાં વળતર મળ્યું.

ઉલ્લેખનીય છે કે, હિંડનબર્ગના રિપોર્ટમાં SEBI ચીફ પર લગાવવામાં આવેલા આરોપોને લઇને કોંગ્રેસે સોમવાર (2 સપ્ટેમ્બર)ના રોજ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો હતો. કોંગ્રેસ પાર્ટીના મીડિયા વિભાગના ચેરમેન પવન ખેડાએ આરોપ લગાવ્યો કે SEBI ચીફ માધબી પૂરી બુચ એક સાથે 3 જગ્યાએ સેલેરી લઇ રહ્યા હતા. તેઓ ICICI બેન્ક, ICICI બેન્ક પ્રુડેન્શિયલ અને SEBI પાસે એક સાથે સેલેરી લઇ રહ્યા હતા. કોંગ્રેસે SEBIના ચેરપર્સન માધબી પૂરી બુચ વિરુદ્વ હિતોના ટકરાવના નવા આરોપ લગાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની નિમણૂકના મામલે ACCના પ્રમુખના રૂપમાં સ્પષ્ટીકરણ આપવાની માગ કરી હતી.

error: Content is protected !!