fbpx

ગોપાલનો દાવો-નોકરી છોડ્યાના 9 વર્ષ બાદ પ્રમોશન, અમદાવાદ પોલીસે આપી પ્રતિક્રિયા

Spread the love

ગુજરાત આમ આદમી પાર્ટી (AAP)ના મુખ્ય નેતા ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો છે કે નોકરી છોડ્યાના વર્ષો બાદ ગુજરાત પોલીસમાં તેમનું પ્રમોશન કરી દેવામાં આવ્યું છે. ગોપાલ ઇટાલિયાએ અમદાવાદ પોલીસ તરફથી જાહેર કરવામાં આવેલા કેટલાક દસ્તાવેજોને X (અગાઉ ટ્વીટર) પર શેર કરતા દાવો કરવામાં આવ્યો કે પ્રમોશન કરાયેલા પોલીસકર્મીઓમાં તેમનું નામ પણ સામેલ છે. તેમણે તેને લઇને ગૃહ મંત્રી હર્ષ સંઘવી પર કટાક્ષ કર્યો છે.

ગોપાલ ઇટાલિયાએ X પર લખ્યું કે, ‘આઠ પાસ હર્ષ સંઘવીનો કાલાજાદુ. વર્ષ 2015માં ગુજરાત પોલીસમાંથી મેં રાજીનામું આપ્યું હોવા છતાંય વર્ષ 2024માં કોન્સ્ટેબલમાંથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટમાં ક્રમ નંબર-726 પર મારું નામ સામેલ કરીને મને હેડકોન્સ્ટેબલનું પ્રમોશન આપવા બદલ આઠ પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું.’ તો અમદાવાદ પોલીસ તરફથી પ્રતિક્રિયા સામે આવી છે.

અમદાવાદ પોલીસે પોતાના સત્તાવાર X હેન્ડલ પર પોતાની પોસ્ટમાં લખ્યું કે,  અમુક સોશિયલ મીડિયામાં શ્રી ગોપાલ ઇટાલીયાએ સને 2015માં પોલીસની નોકરીમાંથી રાજીનામુ આપેલ હોવા છતાં તેઓને 2024માં હે.કો. તરીકે બઢતી આપેલ છે, તે મતલબના સમાચાર ચાલી રહેલ છે. જે તદ્ન ખોટા અને તથ્યહિન છે.

રાજકારણમાં આવવા અગાઉ ગોપાલ ઇટાલિયા ગુજરાત પોલીસમાં કામ કરી ચૂક્યા છે. તેઓ લોક રક્ષક દળના જવાન હતા અને કોન્ટ્રાક્ટ પર નોકરી કરી હતી. વર્ષ 2015માં ગુજરાતના પાટીદાર આંદોલનનો મહત્ત્વનો ચહેરો રહેલા ગોપાલ ઇટાલિયાએ ગુજરાતમાં મહેસૂલ ક્લાર્કના રૂપમાં પણ કોન્ટ્રાક્ટ પર કામ કર્યું. વર્ષ 2017માં ગોપાલ ઇટાલિયા ગુજરાતના તાત્કાલિન મંત્રી પ્રદીપ સિંહ જાડેજા પર વિધાનસભા બહાર ચપ્પલ મારીને ચર્ચામાં આવ્યા હતા.

ત્યારબાદ તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. ગોપાલ ઇટાલિયા વર્ષ 2020માં આમ આદમી પાર્ટીમાં સામેલ થયા અને જલદી જ પાર્ટીનો ચહેરો બની ગયા. ગોપાલ ઇટાલિયાએ AAPના પૂર્વ પ્રદેશ પ્રમુખ છે. સુરતથી AAPની ટિકિટ પર ચૂંટણી લડી હતી, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

error: Content is protected !!