1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવનું નામ સમગ્ર ક્રિકેટ જગતમાં ખૂબ જ સન્માન સાથે લેવામાં આવે છે. ઘણા યુવા ક્રિકેટર્સ તેમને પોતાના આદર્શ માને છે. એવામાં કપિલ દેવને લઇને સામે આવેલા એક સામાચારે બધાને સ્તબ્ધ કરી દીધા છે. એક પૂર્વ ક્રિકેટરે પોતાના નિવેદનમાં કપિલ દેવ પર પ્રહાર કરતા તેમના પર મોટા આરોપ લગાવ્યો છે. આ અગાઉ પણ કેટલાક ક્રિકેટરોને લઇને આરોપ પ્રત્યારોપનો દૌર જોવા મળ્યો, પરંતુ સંભવતઃ આ પહેલી વખત છે જ્યારે કપિલ દેવને લઇને કોઇ મોટો વિવાદ ઊભો થતો નજરે પડી રહ્યો છે.
કપિલ દેવ પર આરોપ લગાવનારા આ પૂર્વ ક્રિકેટરનું નામ યોગરાજ સિંહ છે, જે યુવરાજના પિતા છે. યુવરાજ સિંહને વર્ષ 2007 T20 વર્લ્ડ કપ અને 2011ના વન-ડે વર્લ્ડ કપમાં તેના શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન માટે ઓળખવામાં આવે છે. યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ આ અગાઉ પણ ઘણી વખત પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પર તેમના પુત્રનું કરિયર બરબાદ કરવાનો આરોપ લગાવી ચૂક્યા છે. યોગરાજ સિંહે કપિલ દેવ સાથે ભારતીય ડ્રેસિંગ રૂમ શેર કર્યો છે અને આ દરમિયાન તેમણે ભારતીય ટીમ માટે માત્ર 7 ઇન્ટરનેશનલ મેચ રમવાની જ તક મળી.
યોગરાજ સિંહે પોતાના પુત્ર યુવરાજ સિંહનો ઉલ્લેખ કરતા કપિલ દેવ બાબતે કહ્યું કે, ‘સૌથી મહાન કેપ્ટનોમાંથી એક કપિલ દેવ. મેં તેમણે કહ્યું કે, હું એ હાલત કરીશ કે તારા પર દુનિયા થૂંકશે. આજે યુવરાજ સિંહ પાસે 13 ટ્રોફી છે અને તારી પાસે એક વર્લ્ડ કપ છે. વાત ખતમ.’
યોગરજ સિંહે 21 ડિસેમ્બર 1980માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પોતાનું વન-ડે ડેબ્યૂ કર્યું હતું. તો યોગારજ સિંહે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની અંતિમ મેચ 21-25 ફેબ્રુઆરી અવચ્ચે આયોજિત પોતાની એકમાત્ર ટેસ્ટ મેચ રમી હતી. આ દરમિયાન માત્ર 2 મહિના લાંબા ઇન્ટરનેશનલ કરિયરમાં યોગરાજે કુલ 1 ટેસ્ટ અને 6 વન-ડે મેચ રમી છે. એકમાત્ર ટેસ્ટ મેચમાં યોગરાજ સિંહે 10 રન બનાવવા સાથે જ 1 વિકેટ લીધી હતી. તો 6 વન-ડે મેચોમાં યોગરાજના નામ પર 1 રન અને 4 વિકેટ છે. એ સિવાય યોગરાજ સિંહને 30 ફર્સ્ટ ક્લાસ અને 13 લિસ્ટ A મેચોનો અનુભવ છે. વર્તમાનમાં તેમને યુવા ખેલાડીઓને ટ્રેનિંગ આપવા સિવાય ફિલ્મોમાં અભિનય કરતા જોઇ શકાય છે.