પોતાબંદરના સમુદ્ર નજીક મોટર ટેન્કર હરિ લીલામાં એક ક્રૂ ઇજાગ્રસ્ત હતો. જહાજમાંથી ભારતીય કોસ્ટગાર્ડને ઇમરજન્સી કોલ આવ્યો. ત્યારબાદ કોસ્ટગાર્ડે પોતાના એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH)ને મદદ માટે મોકલ્યો. આ વાત 2 સપ્ટેમ્બરની રાત્રીની છે, એ સમયે લગભગ 11:00 વાગ્યા હતા. સમુદ્રમાં ગયેલા હેલિકોપ્ટરને કોઈક કારણસર ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી, તે સમુદ્રમાં પડી ગયો, જેનાથી તેમાં ઉપસ્થિત કોસ્ટગાર્ડના જવાન સમુદ્રમાં પડી ગયા. એક જવાનને શોધી લેવામાં આવ્યો છે, જ્યારે 3ની શોધખોળ ચાલી રહી છે. તેના માટે ઇન્ડિયન કોસ્ટગાર્ડે 4 જહાજ અને 2 એરક્રાફ્ટને રેસ્ક્યૂ માટે તૈનાત કર્યા છે.
આ અકસ્માત એવા સમયે થયો છે જ્યારે હિન્દુસ્તાન એરોનોટિકલ્સ લિમિટેડ તરફથી આ હેલિકોપ્ટરોના અપગ્રેડેશનની પ્રક્રિયા ચાલી રહી છે. ગયા વર્ષે ઘણા ધ્રુવ હેલિકોપ્ટરો અકસ્માતનો શિકાર થયા બાદ તેમને અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. જાણકારો મુજબ ધ્રુવ હેલિકોપ્ટરની ડિઝાઇનના કારણે સમસ્યા આવી રહી છે. ગયા વર્ષે ઘણા હેલિકોપ્ટરોને ઉતારી લેવામાં આવ્યા હતા. તેની સાથે ઘણા અકસ્માતોએ સુરક્ષાને લઈને ગંભીર સવાલ ઊભા કર્યા છે. હાલમાં હિન્દુસ્તાન એરોનોટિકલ્સ તરફથી આ હેલિકોપ્ટરની સમીક્ષા કરવામાં આવી રહી છે.
ચાલો જાણીએ ALH બાબતે:
ALH ધ્રુવ એવું હેલિકોપ્ટર છે જે ભારતની ત્રણેય સેનાઓ પાસે છે. ઇન્ડિયન એરફોર્સ પાસે 107, ઇન્ડિયન આર્મી પાસે 191 અને નેવી પાસે 14 હેલિકોપ્ટર છે. નેવીએ 11 અને આર્મીએ 73 વધુ હેલિકોપ્ટર ઓર્ડર કરી રાખ્યા છે. આ ઓર્ડરથી જ ખબર પડે છે કે તે કેટલા કામના છે. ધ્રુવ હેલિકોપ્ટરને 2 પાયલટ ઉડાવે છે. તેમાં 12 સૈનિક બેસી શકે છે. 52.1 ફૂટ લાંબા આ હેલિકોપ્ટરની ઊંચાઈ 16.4 ફૂટ છે. મહત્તમ ગતિ 291 કિમી પ્રતિ કલાક છે. તે એક વખતમાં 630 કિમી સુધી ઉડાણ ભરી શકે છે. 20 હજાર ફૂટની મહત્તમ ઊંચાઈ સુધી જઇ શકે છે.
આ એક યુટિલિટી હેલિકોપ્ટર એટલે કે સામાન્ય રીતે જવાનો અને કાર્ગોને લઈ જવા અને લાવવાનું કામ કરે છે, પરંતુ આજ ધ્રુવ હેલિકોપ્ટરના પ્લેટફોર્મ પર દેશમાં 3 શાનદાર હેલિકોપ્ટર બનાવવામાં આવ્યા છે. પહેલું લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર પ્રચંડ, બીજું હથિયારબંધ યુટિલિટી હેલિકોપ્ટર રુદ્ર અને ત્રીજું લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર.