ગુજરાતમાં આ વખતે અભૂતપૂર્વ વરસાદ પડ્યો અને કેટલાંક શહેરોમાં પૂરના પાણી પણ ફરી વળ્યા. નેતાઓ અને અધિકારીઓ એમ કહીને છટકી જતા હોય છે, કે આટલો બધો કુદરતી વરસાદ પડે તો અમે શું કરીએ? પરંતુ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) ગાંધીનગરે ગુજરાતના વરસાદનું વિશ્લેષણ કરીને એક રિસર્ચ રિપોર્ટ બહાર પાડ્યો છે.
IIT ગાંધીનગરનું કહેવું છે કે, માત્ર વરસાદને કારણે જ પૂર આવ્યા છે એવું કહેવું યોગ્ય નથી. વ્યાપક શહેરી વિકાસ અને ડ્રેનેજ સીસ્ટમની પેર્ટનમાં ચેડા કરવાને કારણે ગુજરાતના શહેરોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. ગુજરાતના 33 જિલ્લામાં થી 15 જિલ્લા એવા હતા કે જ્યાં 3 દિવસનો વરસાદ જે સામાન્ય રીતે 10 વર્ષમાં એક વખત આવતો હોય છે. ડ્રેનેજની જગ્યાએ બાંધકામ કરી દેવાને કારણે પૂરના પાણી શહેરોમાં ગયા.