fbpx

આ કારણે સુરત સિંગાપોર બની શકતું નથી

Spread the love

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિંગાપોરની બે દિવસની મુલાકાતે છે. સુરતમાં હમેંશા નેતાઓ એવું બોલતા રહે છે કે સુરતને સિંગાપોર બનાવવું છે. ત્યારે અમે સુરત અને સિંગાપોર વિશે સરખામણી વિશે વાત કરીશું. સિંગાપોરમાં માથા દીઠ આવક 84 લાખ રૂપિયા છે. સુરતના માથા દીઠ આવકના આંકડો મળ્યા નથી, પરંતુ નેશનલ કાઉન્સીલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચના 2018ના અહેવાલમા સુરતનો હાઉસ હોલ્ડ આંકડો આપવામાં આવ્યો છે. સુરતમાં પરિવાર દીઠ આવક 11 લાખ રૂપિયા છે. મતલબ કે પરિવારના 5 સભ્યોની ગણતરી મુકીએ તો અંદાજે 1.50થી 2 લાખ રૂપિયા માથાદીઠ આવક કહી શકાય.

સિંગાપોરમાં ભષ્ટ્રાચાર બિલકુલ નથી, તો સુરતમાં તો ભ્રષ્ટ્રાચારની શું વાત કરવી, રૂપિયા આપ્યા વગર કોઇ કામ થતા જ નથી. સિંગાપોરે પોતાના દરિયા કિનારાનો ભરપૂર ઉપયોગ કર્યો, જ્યારે સુરત જે પહેલા દુનિયામાં ટ્રેડ હબ કહેવાતુ હતું તે હવે એટલું જાણીતું નથી.

error: Content is protected !!