fbpx

હરિયાણામાં કોંગ્રેસ AAP સાથે ગઠબંધન કરવાનું કેમ વિચારી રહી છે?

Spread the love

હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ આ વખતે આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટીના ગઠબંધનમાં ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. કોંગ્રેસે ક્યારેય હરિયાણામાં ગઠબંધનમાં ચૂંટણી લડી નથી.

કોંગ્રેસ નેતા પણ અગાઉ કહી ચૂક્યા છે કે હરિયાણામાં ગઠબંધન કરવું યોગ્ય નથી, પરંતુ કોંગ્રેસને ડર છે કે નાની પાર્ટીઓ જેજેપી, ઇનેલો અને આમ આદમી પાર્ટી અલગ અલગ ચૂંટણી લડે તો મત વિભાજીત થઇ શકે અને એ મતોમાં મોટા ભાગે કોંગ્રેસમાં જ ગાબડું પડે. કોંગ્રેસ AAP 5 બેઠક આપવા તૈયાર છે અને સમાજવાદી પાર્ટીને 1. પરંતુ AAP 10 સીટની માંગણી કરી રહ્યું છે. કોંગ્રેસ હરિયાણાના ગઠબંધન માટે એક કમિટી બનાવી છે જેમાં અજય માકન, દિપક બાબરીયા, ભૂપેન્દ્ર હુડ્ડા અને કે.સી વેણુગોપાલનો સમાવેશ થાય છે.

error: Content is protected !!