fbpx

સી.આર.પાટીલે કાર્યકરોને આપ્યો મોટો ટાર્ગેટ, 5 વર્ષમાં ભાજપના મત વધ્યા નથી

Spread the love

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ભાજપના કાર્યકરોને ફરી એક મોટો ટાર્ગેટ આપી દીધો છે. ભાજપના કાર્યકરોને 2 કરોડ સભ્યો બનાવવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. પાટીલનો આમ તો પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યકાળ ક્યારનો પુરો થઇ ગયો છે, પરંતુ બીજા પ્રમુખની પસંદગી હજુ થઇ શકી નથી ત્યાં સુધી તેઓ કાર્યકાળ સંભાળી રહ્યા છે.

જો કે નવાઇની વાત છે કે ગુજરાતમાં 5 વર્ષમાં મતદારોની સંખ્યા વધી છે, પરંતુ ભાજપના મતો વધ્યા નથી. 2019માં ભાજપના સભ્યોની સંખ્યા 1.19 કરોડ હતી અને એવું કહેવાયું હતું કે, દરેક સભ્યએ પોતાનો ઉપરાંત અન્ય એક મત લાવવો પડશે. એ રીતે જોઇએ તો ભાજપને ગુજરાતમાં 2.38 કરોડ મત મળવા જોઇએ, પરંતુ લોકસભા 2024માં ભાજપને 1.88 કરોડ મત મળ્યા હતા. મતલબ કે ભાજપને 50 લાખ મત ઓછા મળ્યા. ભાજપને 2019 લોકસભામાં 1.87 કરોડ અને 2022 વિધાનસભામાં 1.73 કરોડ મત મળ્યા હતા.

error: Content is protected !!