પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે તેમની વર્ષગાંઠના દિવસે ગુજરાતની મુલાકાતે આવવાના છે. એ જ દિવસે ગુજરાત સરકારના કર્મચારીઓ આંદોલનના મંડાણ કરી રહ્યા છે. 17 સપ્ટેમ્બરે પેન ડાઉન અને શટ ડાઉન કાર્યક્રમ દ્વારા વિરોધ નોંધાવવામાં આવશે.
ગુજરાત સરકારના 24,000 શિક્ષકો અને અન્ય કર્મચારી સહિત કુલ 90000 કર્મચારીઓ જૂની પેન્શન યોજનાની માંગ કરી રહ્યા છે. ગુજરાત સરકારે 2022માં વિધાનસભા ચૂંટણી પહેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાની જાહેરાત કરેલી, પરંતુ એ પછી સરકાર અમલ કરવાનું ભુલી ગઇ.
16 સપ્ટેમ્બરે ગુજરાત સરકારનો પત્ર છે જેમાં લખ્યું છે કે, કેન્દ્નના ધોરણે 1 એપ્રિલ 2005 પહેલાં ભરતી થયેલા કર્મચારીઓને GPF અને જૂની પેન્શન યોજાનમાં સમાવેશ કરવામાં આવશે. 2022માં સરકારે 5 મંત્રીઓની કમિટી બનાવેલી, જેમાંથી 3 હજુ સરકારમાં મંત્રી છે.