fbpx

આઈસ્ક્રીમ ખાઈ લોકો ઝૂમી રહ્યા હતા, દરોડા પછી ખબર પડી રહસ્ય

Spread the love

હૈદરાબાદની આ આઈસ્ક્રીમ બ્રાન્ડે ફેસબુક પર તેની નવી પ્રોડક્ટનો જોરશોરથી પ્રચાર કર્યો. તે તેને પ્રીમિયમ કેટેગરીમાં વેચતો હતો. જ્યારે તપાસ કરવામાં આવી, તો જાણવા મળ્યું કે તે માત્ર આઈસ્ક્રીમ નથી. આ પાર્લરમાં વ્હીસ્કી આઈસ્ક્રીમમાં ભેળવીને લોકોને વેચાતી હતી.

જો તમે પણ આઈસ્ક્રીમ ખાવાના શોખીન છો અને દરરોજ આઈસ્ક્રીમ પાર્લરમાં જવાનો મોકો મળે છે, તો આ સમાચાર તમારા માટે છે. હૈદરાબાદમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેને જોઈને બધા ચોંકી ગયા. માહિતીના આધારે એક્સાઈઝ વિભાગે આઈસ્ક્રીમની દુકાન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, તે આઈસ્ક્રીમમાં વ્હિસ્કી મિક્સ કરીને લોકોને વેચતો હતો. હવે આ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

હૈદરાબાદ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, એરિકો કેફે આઇસક્રીમ પાર્લર પર દરોડા પાડવામાં આવ્યા હતા. આઈસ્ક્રીમમાં વ્હીસ્કી ઉમેરીને ભેળસેળ કરવામાં આવી રહી હતી. જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં આવેલી આ કંપની તેના ગ્રાહકોને વ્હિસ્કી મિશ્રિત આઈસ્ક્રીમ પીરસતી હતી. પરંપરાગત આઈસ્ક્રીમ અને વ્હિસ્કીનું મિશ્રણ કરીને બનાવવામાં આવેલો આ આઈસ્ક્રીમ પ્રીમિયમ ભાવે વેચાઈ રહ્યો હતો. તપાસ દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે, દરોડામાં કુલ 23 આઈસ્ક્રીમના ડબ્બા મળી આવ્યા હતા, જેનો કુલ જથ્થો 11.5 કિલો હતો. પાર્લરના માલિક શરત ચંદ્ર રેડ્ડી તેના માસ્ટરમાઇન્ડ હોવાનું કહેવાય છે. તપાસ ટીમે જણાવ્યું કે, તે દરેક કિલોગ્રામ આઈસ્ક્રીમમાં 60 મિલીલીટર વ્હિસ્કી મિક્સ કરી રહ્યો હતો.

આબકારી વિભાગનું કહેવું છે કે, પાર્લરના કર્મચારીઓ દયાકર રેડ્ડી અને શોભન આ રેકેટના માસ્ટરમાઇન્ડ છે. રેડ્ડી ન માત્ર પુખ્ત વયના લોકોને આ આઈસ્ક્રીમ પીરસતો હતો, પરંતુ તેઓ અને તેમના ભાગીદારો, કંઈક મીઠું ખાવાનો શોખ ધરાવનારા ગ્રાહકોને લલચાવવા માટે ફેસબુક પર તેમના ઉત્પાદનનો પ્રચાર પણ કરતા હતા. આબકારી અધિક્ષક પ્રદીપ રાવ, જેમણે આ દરોડાનું નેતૃત્વ કર્યું હતું, તેમણે જણાવ્યું હતું કે, ‘બાળકોને આલ્કોહોલ આધારિત ઉત્પાદનોનું વેચાણ એ ગંભીર ઉલ્લંઘન છે અને અમે કડક પગલાં લઈશું. સંડોવાયેલા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.’

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg



error: Content is protected !!