વડોદરા છેલ્લાં ઘણા સમયથી ચર્ચામાં છે કારણકે 12 ઇંચ વરસાદ અને વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ફરી વળવાને કારણે લોકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી અને લોકોએ ભાજપ નેતાઓ સામે આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો. હવે એક જૈન મુનિએ ભાજપના નેતાઓની સામે નિવેદન આપીને રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે.
દિગબંર જૈન મુનિ સુર્યસાગર મહારાજનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, તેમણે કહ્યું કે, વડોદરાએ ગુજરાતનો સૌથી મોટો કરપ્શનનો અડ્ડો બની ગયું છે. મુનિએ કહ્યું કે, પહેલાં વડોદારમાં 35 જેટલાં તળાવો હતા અને ચોમાસાના વરસાદનું પાણી આ તળાવોમાં ચાલ્યું જતું હતું એટલે પૂરની સ્થિતિનો સામનો નહોતો કરવો પડતો. પરંતુ વડોદરાના રાજકારણીઓએ આ તળાવો બિલ્ડરોનો ખવડાવી દીધા છે.