રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશમાં અવળી ગંગા વહી રહી છે. જે સરકારી નોકરી મેળવવા માટે લોકો લોહી પાણી એક કરી નાખતા હોય છે, પૈસા પાણીની જેમ વહાવતા હોય છે એવી સરકારી નોકરી છોડવા માટે લાઇન લાગી ગઇ છે. રાજકોટમાં 14 અધિકારીઓએ રાજીનામા આપી દીધા છે, જેમાંથી 4ના રાજીનામા મંજૂર થઇ ગયા છે 10 હજુ મંજૂર થવાના બાકી છે.
રાજકોટમાં 25, મે, 2024ના દિવસે TRP ગેમઝોનની ગંભીર આગની દુર્ઘટનામાં 27 લોકોના મોત પછી સરકારે આકરા પગલાં લીધા હતા અને ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ફાયર ઓફિસર જેલમાં છે અને 10 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે અધિકારીઓ પર કામનું ભારણ અને સરકારની કડકાઇ વધી જવાને કારણે રાજીનામા આપવાનું ચલણ વધી ગયું છે.