પ્રાંતિજ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા અણુંજા ની પ્રથા યથાવત
– પશુ રક્ષણ માટે વર્ષ માં એક વખત બળિયાદેવ ની બાધા કરે છે
– આ દિવસે પશું નું દૂધ નું વિતરણ કરવામાં આવતું નથી
– વર્ષોથી ચાલી આવતી પરમપરા આજે પણ યંત્ર યુગમાં પણ યથાવત
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે રહેતા ક્ષત્રિય સમાજ દ્વારા અંણુજા પાડવામાં આવ્યા હતાં જેમા પશુઓના રક્ષણ માટે વર્ષ માં એક વખત બળિયા દેવની બાધા આજે પણ કરવામાં આવે છે જે વર્ષો થી ચાલી આવતી પરમપરા આજે પણ યંત્ર યુગમાં પણ યથાવત છે.
પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તાર મા રહેતા ક્ષત્રિય સમાજના ભાઇ- બહેનો દ્વારા બળિયા દેવના મંદિર ખાતે આજે વર્ષો થી ચાલી આવતી પરમપરા મુજબ ભાદરવાસુદ-પાંચમ બળિયાદેવ ની ઉજવણી કરવામા આવે છે અને જે કોઇ બાંધા હોય કે શ્રધ્ધા થી પૂર્ણ કરવામા આવે છે અને પોતાના પશુઓની તંદુરસ્તી રોગ પ્રતિકાર માટે એક દિવસ માટે અંણુજા પાડવાં આવે છે જેમાં પશુ દુધ નું વિતરણ કરવામાં આવતું નથી અને નાનાથી મોટા મહિલાઓ સહિત કુલેર , ઉધના ટોડા બુંદી જેવી પ્રસાદ લઇને નેશનલ હાઈવે આઠ ઉપર આવેલ બળિયા દેવના મંદિર ખાતે જઇને બાધા પૂર્ણ કરવામાં આવે છે અને ત્યાર બાદ પરત આવી બહુચર મંદિર ખાતે ટોળાનું હવન કરવામાં આવે છે અને ક્ષત્રિય સમાજ ના ભાઇ બહેનો દ્વારા પ્રસાદ લઇ છુટાપડ્યા હતાં
જીલ રાવલ પ્રાંતિજ