પ્રાંતિજ ગોપીનાથ સોસાયટી ખાતે ગણેશ મહોત્સવ ની ધામધૂમથી ઉજવણી
– રહીશો સવાર -સાંજ દાદા ની આરતી ઉતારી ધન્યતા અનુભવે છે
– પાંચ માં દિવસે વાજતેગાજતે દાદા ને વિદાય આપે છે
માયા નગરી મુંબઈ સહિત દેશ ભરમાં ભગવાન ગણેશ ની મૂર્તિ નું વાજતેગાજતે સ્થાપના કરવામાં આવી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ગોપીનાથ સોસાયટી માં પણ દરવર્ષ ની જેમ આ વર્ષે પણ ભગવાન ગણેશ ની મૂર્તિ નું સ્થાપણ પાંચ દિવસ માટે કરવામાં આવ્યું છે તો સોસાયટી ના રહિશો વિધ્ન હર્તા દાદા ની સવાર સાંજ આરતી ઉતારી ધન્યતા અનુભવે છે
પ્રાંતિજ સહિત તાલુકા માં વિવિધ ગણેશ યુવક મંડળો દ્વારા વિવિધ જગ્યાએ ભગવાન ગણેશ ની મૂર્તિ નું દશ દિવસ માટે સ્થાપના કરવામાં આવી છે ત્યારે પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ ગોપીનાથ સોસાયટીમાં પણ દરવર્ષ ની જેમ આ વર્ષેપણ દુધાળા દેવ ભગવાન ગણેશ ની મૂર્તિ નું પાંચ દિવસ માટે ગોપીનાથ યુવક મંડળ દ્વારા સોસાયટી માં સ્થાપના કરવામાં આવી છે જેમાં ગોપીનાથ સોસાયટી ના રહીશો વિધ્ન હર્તા ની સવાર સાંજ પૂજા અર્ચના કરવામાં આવે છે તો વિધ્ન હર્તા ને ભાવતા ભોજન જમાડવા આવે છે અને ગોપીનાથ યુવક મંડળ દ્વારા ભગવાન ગણેશ ની સેવા કરવામાં આવે છે તો સોસાયટી ના રહીશો દ્વારા દાદા ની સમુહ માં આરતી ઉતારવામાં આવી હતી અને વિધ્ન હર્તા ની આરતી ઉતારી ધન્યતા અનુભવે છે તો સોસાયટી ના રહીશો રાત્રી ના ગણેશ સ્તુતિ , ગણેશ ધૂન ,ગરબા સહિત ના વિવિધ ભકિત મય કાર્યક્રમો યોજાય છે અને પાંચ મા દિવસે ભગવાન વિધ્ન હર્તા ને વાજતે-ગાજતે વિદાય આપવામાં આવે છે તો સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા તથા મંથન બારૈયા ઉપસ્થિત રહી ને વિધ્ન હર્તા ની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી
જીલ રાવલ પ્રાંતિજ