સાબરકાંઠા-અરવલ્લી સાંસદ ના ધરેથી ત્રણ દિવસ ના ગણપતિ નુ હર્ષોલ્લાસ સાથે વિસર્જન કરાયુ
– હરખાતા હૈયે દુંદાળા દેવ ને વાજતે ગાજતે વિદાય અપાઇ
– અગલે બરસતુ જલ્લી આના
– વિધ્ન હર્તા નો ત્રીજા દિવસે વિદાય વરધોડો નિકળ્યો
સાબરકાંઠા -અરવલ્લી જિલ્લા ના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ના ધરે થી ત્રણ દિવસ ના દુંદાળા દેવ ભગવાન ગણપતિ ની મૂર્તિ નું વાજતે-ગાજતે વિસર્જન કરવામા આવ્યુ
પ્રાંતિજ સહિત તાલુકામા ગણેશ મહોત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે અને રહીશો સવાર-સાંજ દાદાની આરતી ઉતારી ધન્યતા અનુભવે છે ત્યારે સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન તથા તેવો ના પતિ પ્રાંતિજ-તલોદ ના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા દ્રારા દર વર્ષ ની જેમ ભગવાન ગણેશજીની મૂર્તિની ત્રણ દિવસ માટે સ્થાપણ કરવામા આવ્યુ હતુ અને ભગવાન વિધ્ન હર્તાની ની સવાર-સાંજ આરતી ઉતારી તેવોને ભાવતા ભોજન જમાડી પૂર્જા અર્ચના કરવામા આવી હતી અને ત્રીજા દિવસે તેવોના ધરેથી દાદાની આરતી ઉતારી ડી.જે ના તાલે વાજતે ગાજતે દાદાની મૂર્તિનુ વિસર્જન કરવામા આવ્યુ હતુ અને વિધ્ન હર્તા ની મૂર્તિ નો વરધોડો નિકળ્યો હતો અને પ્રાંતિજ નેશનલ હાઈવેઆઠ ઉપર આવેલ માર્કડેશ્વર મહાદેવ મંદિર તથા શ્રી દશામાં ના મંદિર પાસે આવેલ મોટી બોખ મા ભગવાન ગજાનંદ દાદાની મૂર્તિ નુ વિસર્જન કરવામા આવ્યુ હતુ તો આ પ્રસંગે પ્રાંતિજ ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , તાલુકા શહેર પ્રમુખ બળવંતભાઈ પટેલ , પ્રાંતિજ નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ જગદીશભાઇ કિંમતાણી , નગરપાલિકા પૂર્વ મહિલા કોર્પોરેટર દિપ્તીબેન બ્રહ્મભટ્ટ , હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ , સંજયભાઇ પટેલ , મહેશભાઇ મકવાણા , મહિલા મોરચા ના પ્રમુખ જિજ્ઞાબેન સોની , મંત્રી સોનલબેન દેસાઇ , ભગવતીબેન પટેલ , ભાજપ આગેવાનો , ભાજપ કાર્યકરો સહિત સોસાયટીના રહીશો , મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
જીલ રાવલ પ્રાંતિજ