fbpx

PM મોદીએ લોકોને પદ્મ પુરસ્કારો માટે પ્રેરણાદાયી વ્યક્તિઓને નોમિનેટ કરવા અપીલ કરી

Spread the love

PM નરેન્દ્ર મોદીએ ભારતની જનતાને પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારો માટે નામાંકન પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા અપીલ કરી છે.

નરેન્દ્ર મોદીએ સમાજમાં નોંધપાત્ર પ્રદાન કરનારા મૂળભૂત સ્તરના નાયકોને માન્યતા આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. નામાંકન પ્રક્રિયાનાં પારદર્શક અને સહભાગી અભિગમ પર ભાર મૂકીને નરેન્દ્ર મોદીએ અગાઉથી જ પ્રાપ્ત થયેલા નામાંકનોની સંખ્યા પર પ્રસન્નતા વ્યક્ત કરી હતી તથા વધારે લોકોને awards.gov.in સ્થિત સત્તાવાર પોર્ટલ મારફતે પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કાર માટે લાયક ઉમેદવારોને નોમિનેટ કરવા અપીલ કરી હતી.

PMએ એક્સ પોસ્ટમાં કહ્યું હતું કે, છેલ્લાં એક દાયકામાં અમે પાયાનાં સ્તરનાં અસંખ્ય નાયકોનું #PeoplesPadma સન્માન કર્યું છે. પુરસ્કાર વિજેતાઓની જીવન યાત્રાએ અસંખ્ય લોકોને પ્રેરિત કર્યા છે. તેમના સમૃદ્ધ કાર્યમાં તેમની કઠોરતા અને દ્રઢતા સ્પષ્ટપણે દેખાય છે. આ વ્યવસ્થાને વધારે પારદર્શક અને સહભાગી બનાવવાની ભાવના સાથે અમારી સરકાર લોકોને વિવિધ પદ્મ પુરસ્કારો માટે અન્ય લોકોને નોમિનેટ કરવા આમંત્રણ આપી રહી છે. મને ખુશી છે કે ઘણા નામાંકનો આવ્યા છે. નોમિનેટ કરવાનો છેલ્લો દિવસ આ મહિનાની 15મી તારીખ છે. હું વધુને વધુ લોકોને પદ્મ પુરસ્કારો માટે પ્રેરણાદાયી હસ્તીઓને નામાંકિત કરવા વિનંતી કરું છું. તમે આવું ઓન-awards.gov.in કરી શકો છો

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg



error: Content is protected !!