ઘણી વખત, મુશ્કેલ સમયમાં, વ્યક્તિ એવા કાર્યો કરે છે, જે સામાન્ય સંજોગોમાં પણ શક્ય નથી લાગતું. તે સમયે વ્યક્તિની અંદર એક અલગ જ પ્રકારની શક્તિ અને હિંમત આવી જાય છે. જેના કારણે આપણે સૌથી અશક્ય વસ્તુને પણ શક્ય બનાવી શકીએ છીએ.
દીકરીઓ માત્ર ઘરનું ગૌરવ નથી હોતી, રક્ષક પણ હોય છે. આ ઉદાહરણ તે બહાદુર પુત્રીએ આપ્યું છે જેણે તેની માતાને બચાવવા બાહુબલી બનીને વજનદાર ઓટોને પણ ઉપાડી લીધી હતી. આ દીકરીની બહાદુરીની કહાની આજે સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ ચર્ચાઈ રહી છે. ખરેખર, આ પુત્રીની સામે તેની માતાનો અકસ્માત થયો હતો, ત્યારપછી પુત્રીએ તેની માતાનો જીવ બચાવવા માટે પોતાની તમામ શક્તિને કામે લગાડી દીધી હતી. કેવી રીતે હિંમત અને હોશિયારી વાપરીને અકસ્માત દરમિયાન તમારા પ્રિયજનોનો તમે જીવ બચાવી શકો છો, તેની આ દીકરીએ બધાને સાબિતી આપી.
જ્યારે માતાનો પોતાની નજર સામે અકસ્માત થયો ત્યારે પુત્રી દોડતી આવી અને ઓટો નીચે ફસાયેલી માતાને બચાવવા એકલા હાથે વજનદાર રિક્ષાને ઉપાડી લીધી હતી. સમાચાર મેંગલોરના રામનગર વિસ્તારના છે. જ્યાં એક માતા તેની પુત્રીને ટ્યુશનમાંથી પાછી લેવા માટે આવી હતી. પરંતુ ઉતાવળમાં તે રસ્તો ક્રોસ કરે છે. ત્યારે એક ઝડપી ઓટોએ તેને ટક્કર મારી હતી. ઓટો કેવી રીતે ડાબી બાજુએ જવાનો પ્રયાસ કરે છે તે જુઓ. પરંતુ રિક્ષાની ગતિ એટલી ઝડપી છે કે મહિલાને ટક્કર મારી દે છે. અહીં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યારે ઓટો ચાલક અને અન્ય મુસાફરને સામાન્ય ઈજાઓ થઈ હતી.
ત્યાં ઉભેલા એક બાઇક સવારને પણ ટક્કર લાગી જાય છે. પરંતુ આ મહિલા સંપૂર્ણપણે ઓટો નીચે દબાઈ જાય છે. ત્યારે સામેથી આવતી દીકરી આ જુએ છે અને તરત જ બૂમો પાડે છે અને એકલા હાથે માતાની ઉપર પડેલી રિક્ષાને ઉપાડી લે છે. આ પછી રિક્ષામાં સવાર લોકો પણ આવીને રિક્ષાને પૂરી રીતે સીધી કરી દે છે. ત્યારે અન્ય લોકો પણ મદદ માટે આગળ આવે છે. છોકરી તેની માતાને હિંમત આપવાનો પ્રયત્ન કરે છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી. અને આ પછી આ જ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં લોકો દીકરીની બુદ્ધિ અને હિંમતની પ્રશંસા કરી રહ્યા છે, કે કેવી રીતે તેણે યોગ્ય સમયે સ્ફૂર્તિ બતાવીને તેની માતાનો જીવ બચાવ્યો.
પરંતુ એક વર્ગ એવો છે, જે માતાને પણ બેદરકાર કહી રહ્યો છે. તેમનું કહેવું છે કે, મહિલાએ રોડ ક્રોસ કરતી વખતે ડાબે અને જમણે જોવા જેવી મૂળભૂત બાબતો પણ નહોતી કરી. કેટલાક લોકો કહે છે કે, આવા સમયે રોડ ક્રોસ કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ. કોઈએ કહ્યું કે હેવીવેઈટ લિફ્ટિંગ ચેમ્પિયનની શોધ પૂરી થઈ ગઈ છે. એક યુઝરે કહ્યું કે, આ ક્લિપ હિંમત અને સમયનું ઉત્તમ ઉદાહરણ છે.