fbpx

ડબલ સ્ક્રીનવાળા મોટોરોલા Razr 50 ફોનની ભારતમાં એન્ટ્રી, જાણો કિંમત અને ફીચર્સ

Spread the love

મોટોરોલાએ ભારતમાં પોતાનો લેટેસ્ટ ફ્લિપ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. મોટોનો આ ફોન એલ્યુમિનિયમ ફ્રેમથી બન્યો છે. Motorola Razr 50 સ્માર્ટફોનમાં 6.9 ઇંચ ઇનર સ્ક્રીન અને 3.63 ઇંચ કવર ડિસ્પ્લે આપવામાં આવી છે. Motorola Razr 50માં IPX8 રેટિંગ, 2000mAhની બેટરી અને મીડિયાટેક ડાયમેન્સિટી 7300X પ્રોસેસર જેવા ફીચર્સ મળે છે. ચાલો જાણીએ Motorola Razr 50ની કિંમત અને ફીચર્સ બાબતે.

Motorola Razr 50 સ્માર્ટફોનના 8GB RAM અને 256GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 64,999 રૂપિયા છે. ફોનનું વેચાણ અમેઝોન, મોટોરોલા ઇન્ડિયાની વેબસાઇટ, રિલાયન્સ ડિજિટલ અને પસંદગીના રિટેલ સ્ટોર્સ પર શરૂ થશે. હેન્ડસેટની પ્રી-બુકિંગ 10 સપ્ટેમ્બરથી કરી શકાશે. નવો ફોન બીચ સેન્ડ, ગ્રે અને ઓરેન્જ કલરમાં ખરીદી શકાશે. લોન્ચ ઓફર હેઠળ આ ફોનને ગ્રાહકો 5000 રૂપિયા ફેસ્ટિવ અને 10,000 રૂપિયા બેન્ક ડિસ્કાઉન્ટ પર ખરીદી શકે છે એટલે કે ડિસ્કાઉન્ટ બાદ ફોનની પ્રભાવી કિંમત 49,999 રૂપિયા રહી જશે. હેન્ડસેટને 2778 રૂપિયાના નો-કોસ્ટ EMI પર લઈ શકાય છે. ગ્રાહક રિલાયન્સ જિયો પાસેથી 15,000 રૂપિયા સુધીનો લાભ મેળવી શકે છે.

Motorola Razr 50 સ્માર્ટફોન ડબલ સીમ સપોર્ટ કરે છે. ફોનમાં 6.9 ઇંચ FullHD+ (1080×2640 પિક્સલ) pOLED ઇનર ડિસ્પ્લે આપવામાં આવી છે, જેની રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ અને પિક્સલ ડેનસિટી 413 PPI છે. ડિસ્પ્લેની ટચ સેમ્પલિંગ રેટ 300 હર્ટ્ઝ સુધી છે અને પિક બ્રાઇટનેસ 3000Nits છે. ડિવાઇસમાં 3.63 ઇંચ FullHD+ (1056×1066 પિક્સલ) pOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટ ઓફર કરે છે. પ્રોટેક્શન માટે હેન્ડસેટમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ આપવામાં આવ્યો છે. રિયર પર વિગન લેધર મળે છે. મોટોનો આ ફોન એન્ડ્રોઇડ 14 બેઝ્ડ Hello UX સાથે આવે છે.

Motorola Razr 50 સ્માર્ટફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 7300 X ચિપસેટ આપવામાં આવી છે. હેન્ડસેટમાં 8GB RAM અને 256GB ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં ડબલ આઉટર કેમેરા આપવામાં આવ્યા છે. ફોનમાં 50 મેગાપિક્સલ પ્રાઇમરી અને 13 મેગાપિક્સલ અલ્ટ્રા વાઈડ એંગલ કેમેરા ઉપસ્થિત છે. ઇનર ડિસ્પ્લે પર સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો મળે છે. Motorola Razr 50ને પાવર આપવા માટે 4200mAhની બેટરી આપવામાં આવી છે, જેને 33W વાયર્ડ અને 15W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ મળે છે.

કનેક્ટિવિટી માટે Motorola Razr 50 સ્માર્ટફોનમાં કનેક્ટિવિટી માટે 5G, બ્લૂટૂથ 5.4, GPS, FM રેડિયો, A-GPS, USB ટાઇપ C અને WiFi 8.2.1 AX જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ફોનમાં ફિંગરપ્રીન્ટ સેન્સર અને ફેસ અનલોક ફીચર્સ મળે છે. ડિવાઇસમાં IPX8 વોટર રેજિસ્ટેન્સ રેટિંગ મળે છે. આ હેન્ડસેટમાં એક્સિલેરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, બેરોમીટર, ઇ-કંપાસ, ગાયરોસ્કોપ, હૉલ સેન્સર અને પ્રોક્સિમિટી સેન્સર આપવામાં આવ્યા છે. ફોનમાં ડોલ્બી એટમોસ સાથે સ્ટીરિયો સ્પીકર્સ મળે છે. ડિવાઇસનું ડાયમેન્શન 171.3×73.99×7.25mm અને 188.4 ગ્રામ છે. મોટોરોલાએ આ ફોનમાં 3 વર્ષ OS અને 4 વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ આપવાનો દાવો કર્યો છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg



error: Content is protected !!