fbpx

રોહિત શર્મા બાદ કોણ હશે આગામી કેપ્ટન? DKએ 2 ખેલાડીઓને બતાવ્યા મજબૂત દાવેદાર

Spread the love

રોહિત શર્મા બાદ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન કોણ હશે? તેની ચર્ચા ખૂબ તેજીથી થઈ રહી છે. 37 વર્ષીય રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીત્યા બાદ T20 ઇન્ટરનેશનલમાંથી સંન્યાસ લઇ લીધો હતો અને ત્યારબાદ સૂર્યકુમાર યાદવને T20 ટીમની કેપ્ટન્સી સોંપી દેવામાં આવી હતી, પરંતુ રોહિત શર્માની વધતી ઉંમરને જોતા હવે એવો સવાલ ઉઠી રહ્યો છે કે રોહિત શર્માની જગ્યાએ ત્રણેય ફોર્મેટમાં કોને કેપ્ટન બનાવવામાં આવશે? આ અનુસંધાને પૂર્વ ભારતીય વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે એક નિવેદન આપ્યું છે.

દિનેશ કાર્તિકે 2 ખેલાડીઓને ભારતીય ટીમના આગામી કેપ્ટન માટે મજબૂત દાવેદાર બતાવ્યા છે. તેને લાગે છે કે આ 2 ખેલાડી ભવિષ્યમાં ભારતીય ટીમના કેપ્ટન બની શકે છે. દિનેશ કાર્તિકે શુભમન ગિલ અને રિષભ પંતનું નામ લીધું, જેમને તે ભવિષ્યમાં ત્રણેય ફોર્મેટમાં ભારતની કેપ્ટન્સી કરતા જોય છે. દિનેશ કાર્તિકે તેની પાછળનું કારણ બતાવતા કહ્યું કે, તેઓ પહેલાથી જ IPLમાં કેપ્ટન છે અને કેટલીક મેચોમાં ભારતીય ટીમની કેપ્ટન્સી કરી ચૂક્યા છે. એવામાં તેમની પાસે ભવિષ્યમાં કેપ્ટન બનવાની તક છે.

ક્રિકબઝ પર દિનેશ કાર્તિકે જ્યારે સવાલ કર્યો હતો કે ભવિષ્યમાં કોણ ભારતીય ટીમનો કેપ્ટન બની શકે છે તો તેણે આ સવાલના જવાબમાં કહ્યું કે, ભારતના બધા ફોર્મેટના આગામી કેપ્ટનના રૂપમાં 2 ખેલાડી જે મારા મનમાં આવે છે, જે યુવા છે જેમનામાં ક્ષમતા છે એ નિશ્ચિત રૂપે ભવિષ્યમાં ભારતીય ટીમની કેપ્ટન્સી કરી શકે છે. એક રિષભ પંત અને બીજો શુભમન ગિલ. બંને જ IPL ટીમોના કેપ્ટન છે અને મને લાગે છે કે સમય સાથે તેમની પાસે ભારત માટે બધા ફોર્મેટના કેપ્ટન બનાવવાની તક છે.

રોહિત શર્માની કેપ્ટનસીવાળી ભારતીય ટીમે જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝની મેજબાનીમાં રમાયેલા T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીતી હતી. ફાઇનલ મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકન ટીમને હરાવીને વર્ષ 2007 બાદ બીજી વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરી હતી.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!