અષાઢ અને શ્રાવણ મહિનામાં ભરપૂર વરસ્યા પછી પણ મેઘરાજાની ભાદરવા મહિનામાં પણ અનિરત સવારી ચાલી રહી છે. સુરતના ઉમરપાડામાં છેલ્લાં મંગળવારે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં આભ ફાટ્યું છે. 4 કલાકમાં 10 ઇંચ વરસાદ પડી જવાને કારણે ઉમરપાડાના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તો બીજી તરફ યાત્રા ધામ અંબાજી પણ સવારે મૂશળધાર વરસાદ પડ્યો છે.
સુરતના ઉમરપાડામાં ભારે વરસાદને કારમે વેલાવીથી ડેડિયાપાડાનો રસ્તો તુટી ગયો છે અને ઉમરરાડાના વહાર ગામ પાસેનો લો-લેવલ બ્રિજ ડુબી ગયો છે. ઉપરાંત પાલનપુર, વડગામ, ડીસા અમીરગઢમાં પણ મંગળવારે વરસાદ પડ્યો હતો. ગુજરાતના 57 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, મંગળવારે અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર,નર્મદામાં ભારે વરસાદ પડશે.