fbpx

સુરતમાં સૈયદપુરાની ઘટના પછી હર્ષ સંઘવી સી આર પાટીલથી મોટો નેતા બની ગયા

Spread the love

સુરતના સૈયદપરા વિસ્તારમાં 8 સપ્ટેમ્બરને રવિવારની રાત્રે રિક્ષામાં આવેલા 6 કિશોરોએ ગણેશ મંડળ પર પથરાવ કર્યો અને તેને કારણે સુરતની નેશનલ મીડિયા પર ચર્ચા થવા માંડી. પરંતુ સાથે સાથે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પણ ચર્ચા શરૂ થઇ છે. હર્ષ સંઘવી હિંદુત્વનો આઇકોન બની ગયા છે. અત્યાર સુધી ગુજરાતમાં સર્વેસર્વા ગણાતા સી આર પાટીલથી પણ હર્ષ સંઘવી આગળ નિકળી ગયા છે.

સૈયદપરાની ઘટનાની બાળકોમાં અને ઘરે ઘરે ચર્ચા છે અને બાળકોને બે જ વાત કરી રહ્યા છે એક ગણેશોત્સવમાં સૈયદપરામાં પત્થરમારો થયો અને હર્ષ સંઘવીએ તાત્કાલિક પગલાં લઇને મામલો થાળે પાડ્યો. સી આર પાટીલ ગુજરાતમાં છત્રપતિ શિવાજી મહારાજની લાઇપ પર આધારિત ‘જાણતા રાજા’ને ગુજરાતમાં લઇને આવ્યા ત્યારે હિંદુ નેતા તરીકે તેમની ઇમેજ ઉભી થઇ હતી.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!