fbpx

આ રાજ્યની 513 મદ્રેસાઓમાં તેના સંચાલકો જ બંધ કરવા માગે છે, કારણ જાણી લો

Spread the love

ઉત્તર પ્રદેશ મદ્રેસા શિક્ષણ પરિષદ તરફથી માન્યતા પ્રાપ્ત 513 મદ્રેસા બંધ થઇ જશે. રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત મદ્રેસાના સંચાલકોએ હાથ ઊભા કરી દીધા છે. સંચાલકોએ મદ્રેસા શિક્ષણ પરિષદને પોતાની માન્યતા સમર્પણ કરવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. મંગળવારે ઉત્તર પ્રદેશ મદ્રેસા શિક્ષણ પરિષદની બેઠકમાં સંબંધિત પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી હતી. હવે માન્યતા સમર્પણ કરવાના કારણોની જાણકારી મેળવવા અને પ્રક્રિયા પૂર્ણ કરવા માટે મદ્રેસા શિક્ષણ પરિષદના રજિસ્ટ્રારને અધિકૃત કરવામાં આવ્યા છે.

ઇન્દિરા ભવન સ્થિત લઘુમતી કલ્યાણ નિર્દેશાલયના સભાગારમાં પરિષદના અધયક્ષ ડૉ. ઇફ્તિખાર અહમદ જાવેદની અધ્યક્ષતામાં મંગળવારે થયેલી બેઠકમાં કેટલાક અન્ય મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવો પર સ્વીકૃતિ મળી છે. ઉત્તર પ્રદેશમાં મદ્રેસા શિક્ષણ પરિષદ પાસેથી માન્યતા પ્રાપ્ત 16513 મદ્રેસાઓનું સંચાલન થઇ રહ્યું છે. એ સિવાય ઉત્તર પ્રદેશમાં 8449 મદ્રેસા માન્યતા વિના સંચાલિત થઇ રહ્યા હતા. પ્રશાસને આ મદ્રેસાઓને બંધ કરીને અહીના બાળકોને નજીકની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ આપવાનો આદેશ આપ્યો હતો.

આ આદેશના વિરોધમાં મુસ્લિમ સંગઠનોના પ્રતિનિધિઓએ આપત્તિ નોંધાવતા મુખ્યમંત્રી સાથે મુલાકાત પણ કરી હતી. હવે મદ્રેસા બોર્ડ પાસે માન્યતા પ્રાપ્ત 513 મદ્રેસાના સમર્પણ કરવાના પ્રસ્તાવ પાછળના કારણોની તપાસ કરવા સાથે રજિસ્ટ્રારને આગળની કાર્યવાહી માટે અધિકૃત કરવામાં આવ્યા છે. આ મદ્રેસાઓને કેન્દ્ર સરકાર પાસેથી વર્ષ 2021 બાદ આધુનિકિકરણ માટે મળતું બજેટ બંધ થઇ ગયું હતું. ત્યારબાદ રાજ્ય સરકાર પાસે પણ બજેટ ન મળવાના કારણે શિક્ષકોના પગારનું સંકટ ઊભું થઇ ગયું હતું.

રાજ્ય સરકારે તપાસમાં ઘણા મદ્રેસાઓમાં કાગળો પર વધુ બાળકો દેખાડીને શિષ્યવૃત્તિ લેવાની છેતરપિંડી પણ પકડી હતી. એવામાં ખરાબ હાલતના કારણે મદ્રેસાઓએ પોતાની માન્યતાનું સમર્પણ કરવાનો પ્રસ્તાવ મદ્રેસા શિક્ષણ પરિષદને આપ્યો હતો. બેઠકમાં પરિષદના ઉપાધ્યક્ષ અને લઘુમતી કલ્યાણ નિર્દેશક જે. રિભા, રજિસ્ટ્રાર આર.પી. સિંહ, નાણાં અને લેખાધિકારી સમર્થ શ્રીવાસ્તવ પણ ઉપસ્થિત હતા.

આ પ્રસ્તાવોને પણ મળી સ્વીકૃતિ:

હવે વર્ષ 2018 અગાઉના મદ્રેસા શિક્ષણ પરિષદના બધા અંકપત્રોને ટેક્નિકલી ટીમની રચના કરતા અધિકૃત વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.

બેઝિક અને માધ્યમિક શિક્ષણ હેઠળ મદ્રેસાઓની નવી માન્યતાની અરજી કરવાથી લઇને માન્યતાની પ્રક્રિયા મદ્રેસા પોર્ટલ પર ઓનલાઇન કરવામાં આવશે. તેના માટે મદ્રેસા પોર્ટલને અપડેટ કરવામાં આવશે.

ઉત્તર પ્રદેશમાં 560 રાજ્યાનુદાનિત મદ્રેસાઓ માટે એક માડલ પ્રશાસન યોજના અનુમોદિત કરવામાં આવી. મદ્રેસાઓના સંચાલકો અને શિક્ષકોના વિવાદને દૂર કરવા માટે તેને મદ્રેસા શિક્ષણ પરિષદની વિનિયમાવલી 2016માં જોડવામાં આવશે.

મદ્રેસા પોર્ટલમાં જે મદ્રેસાઓનું રજિસ્ટ્રેશન થઇ શક્યું નથી, જિલ્લા લઘુમતી કલ્યાણ અધિકારી તેની માહિતી પ્રાપ્ત કરીને તેમને પણ પોર્ટલ પર જોડવાની મંજૂરી માટે દરખાસ્ત શાસનને મોકલાશે.

પરિષદ કાર્યાલયમાં કામ કરતા ચોથા વર્ગના કર્મચારી મો. હામિદના સેવાકાળ દરમિયાન તેમના મોત થવા પર તેમના આશ્રિતને વળતર આપવાના પ્રસ્તાવ માટે રજિસ્ટ્રારને અધિકૃત કરવામાં આવ્યા.

ઉત્તર પ્રદેશ મદ્રેસા શિક્ષણ પરિષદનું બજેટ 3 કરોડ રૂપિયાથી વધારીને 8 કરોડ રૂપિયા કરવાનો પ્રસ્તાવ સરકારને મોકલવામાં આવશે. વર્તમાન શૈક્ષણિક સત્રની પરિષદની બોર્ડ પરીક્ષા આગામી વર્ષે ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં આયોજિત થશે.

રાજ્યમાં સંચાલિત મદ્રેસા મિની ITI યોજનાને રોજગારલક્ષી બનાવવા માટે સંશોધિત કરવામાં આવશે. તેના માટે એક સમિતિની રચના કરવામાં આવશે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!