fbpx

ઇંદોર પાલિકાને ચૂનો લગાવનાર ગુજરાતના કૃણાલ સ્ટ્રક્ચરનું બીજું કૌભાંડ બહાર આવ્યું

Spread the love

રાજકોટની કૃણાલ સ્ટ્રક્ચર કંપનીએ મધ્ય પ્રદેશમાં મસમોટું કૌભાંડ આચરી લીધા બાદ ઇંદોરમાં કૃણાલ સ્ટ્રક્ચર ઇન્ડિયા પ્રા.લિ.ના સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ થઇ ગયો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

ઇંદોર પોલીસની તપાસમાં કૃણાલ સ્ટ્રક્ચર કંપનીએ બોગસ ગેરંટી દ્વારા 173 કરોડ રૂપિયાનો સરકારી કોન્ટ્રાક્ટ મેળવી લીધો હતો. 2017-18માં રાજકોટની આ કંપનીને જ્યારે કોન્ટ્રાક્ટ અપાયો એ પછી કંપનીએ કામ ધીમું કરી દીધું હતું, અધુરો પ્રોજેક્ટ બંધ કરી દીધો હતો અને એ પછી ઇંદોર પાલિકાએ કંપનીસાથે કોન્ટ્રાક્ટ રદ કરી દીધો હતો. જ્યારે ઇંદોર પાલિકાએ બેંક ગેરંટી એનકેશ કરવાની પ્રોસેસ કરી ત્યારે ખબર પડી કે એ તો બોગસ હતી. બીજું કે ઇંદોર પાલિકાએ કૃણાલ સ્ટ્રકચરને દેવગૌરિયાનો પણ કોન્ટ્રાક્ટ આપેલો તેની બેંક ગેરંટીની તપાસ કરવામાં આવી તો એ પણ બોગસ નિકળી હતી.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!