fbpx

પ્રેસિડેન્સિયલ ડિબેટમાં કોણ જીત્યું? ટ્રમ્પ કે હેરિસ? જાણો ડિબેટના 5 પોઇન્ટ

Spread the love

11 સપ્ટેમ્બરના દિવસે જ્યારે ભારતના લોકો સવારે ઉઠ્યા તો ઘણી ટી.વી. ચેનલ્સ પર એક ડિબેટ નજરે પડી રહી હતી. ડિબેટના ચહેરા હતા અમેરિકન રાષ્ટ્રપતિ પદના 2 ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ. જો બાઇડેનની જગ્યાએ કમલા હેરિસની ઉમેદવારી બાદ અને 5 નવેમ્બરે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી અગાઉ રિપબ્લિકન અને ડેમોક્રેટ ઉમેદવારો વચ્ચે પહેલી ડિબેટ હતી. 90 મિનિટ સુધી બંને વચ્ચે તીખી બહેસ જોવા મળી હતી. ડિબેટ ભારતીય સમયાનુસાર સવારે 6:30 વાગ્યાથી શરૂ થઇ, જે 8:00 વાગ્યા સુધી ચાલી હતી.

આ દરમિયાન એક-બીજા પર ઘણા આરોપ-પ્રત્યારોપ લગાવવામાં આવ્યા હતા. બંને વચ્ચે રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-હમાસ યુદ્ધથી લઇને અબોર્શન જેવા મુદ્દા પર ભારે તું-તું મેં-મેં જોવા મળી હતી. ટ્રમ્પે જ્યાં કમલા હેરિસની પાર્ટીના નેતા અને હાલના રાષ્ટ્રપતિ જો બાઇડેનની ખામીઓને લઇને પ્રહાર કર્યો તો હેરિસે ટ્રમ્પ પર ચાલી રહેલા કેસોનો ઉલ્લેખ કર્યો. એ સિવાય બંનેએ તમામ મુદ્દાઓને લઇને બહેસ કરી અને આ બહેસની મહત્ત્વની વાતોને અમે 5 પોઇન્ટમાં બતાવવા જઇ રહ્યા છીએ.

1. શરૂઆત રશિયા-યુક્રેન યુદ્ધવાળી બહેસથી કરીએ. કમલા હેરિસે ટ્રમ્પને લઇને કહ્યું હતું કે, આપણાં NATOના સહયોગી ખૂબ આભારી છે કે હવે તમે રાષ્ટ્રપતિ નથી. નહીં તો પુતિન કીવમાં બેઠા હોત, જ્યારે ટ્રમ્પે કમલા હેરિસને અત્યાર સુધીના સૌથી ખરાબ ઉપરાષ્ટ્રપતિ બતાવ્યા હતા. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે, તેઓ આક્રમણ અગાઉ યુક્રેન અને રશિયા વચ્ચે વાતચીત કરીને યુદ્ધ રોકવામાં નિષ્ફળ રહ્યા.

2. ડિબેટ દરમિયાન બંનેએ એક-બીજા પર વ્યક્તિગત પ્રહાર પણ કર્યા હતા. કમલા હેરિસે 2020ની ચૂંટણીમાં ટ્રમ્પ દ્વારા હાર ન સ્વીકારવાને લઇને પ્રહાર કર્યો હતો. સાથે જ તેમના પર ચાલી રહેલા કેસોનો પણ ઉલ્લેખ કર્યો. હેરિસે કહ્યું કે, એ દુઃખદ છે. એ વ્યક્તિગત રાષ્ટ્રપતિ બનવા માગે છે, જેણે હંમેશાં અમેરિકાને જાતિય આધાર પર વહેચવાનો પ્રયાસ કર્યો છે. તો ટ્રમ્પે કહ્યું કે, અમેરિકામાં પ્રવાસી કબજો કરતા જઇ રહ્યા છે. તમારા શાસનમાં આ સમસ્યા વધતી જઇ રહી છે.

3. પછી વારો આવ્યો ઇઝરાયલ-ગાઝા યુદ્ધનો. ટ્રમ્પે કહ્યું કે, જો તેઓ રાષ્ટ્રપતિ હોત તો આ સંઘર્ષ શરૂ જ ન થતો. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે હેરિસ ઇઝરાયલને નફરત કરે છે. જો હેરિસ રાષ્ટ્રપતિ બને છે કે 2 વર્ષમાં ઇઝરાયલનું કોઇ અસ્તિત્વ નહીં બચે. તો હેરિસે કહ્યું કે, બધા જાણે છે કે તેઓ તાનાશાહોને પસંદ કરે છે. તેઓ પહેલા દિવસથી જ તેઓ પોતે તાનાશાહ બનવા માગે છે.

4. ડિબેટ દરમિયાન ટ્રમ્પે કમલા હેરિસ પર આરોપ લગાવ્યો હતો કે, હેરિસ અબોર્શનને લઇને નિયમ બદલવાની મંશા રાખે છે. ટ્રમ્પે કહ્યું હતું કે, ડેમોક્રેટ્સ પ્રેગ્નેન્સીના નવમા મહિનામાં અબોર્શનનો અધિકાર આપવા માગે છે. તો ટ્રમ્પે દાવો કર્યો હતો કે હેરિસે જે વ્યક્તિ (ટિમ વૉલ્ટર)ને ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર બનાવ્યા છે, તેઓ 9માં મહિનામાં અબોર્શન અધિકારનું સમર્થન કરી ચૂક્યા છે.

5. ડિબેટના અંતમાં હેરિસે કહ્યું કે, તમારું ફોકસ ભવિષ્ય પર છે, જ્યારે ટ્રમ્પ ભૂતકાળમાં જ જીવી રહ્યા છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, જો નવેમ્બરમાં હેરિસ ચૂંટણી જીતી જાય છે તો થર્ડ વર્લ્ડ વૉર પણ સંભવ છે, જ્યારે હેરિસે કહ્યું હતું કે, વિદેશી નેતા ટ્રમ્પ પર હસે છે. ટ્રમ્પની રેલીમાં લોકો કંટાળીને વચ્ચે જ જતા રહે છે. ટ્રમ્પે અંતમાં કહ્યું કે, હેરિસે છેલ્લા 4 વર્ષોમાં કંઇ હાંસલ કર્યું નથી અને તેમના ઉપરાષ્ટ્રપતિ બન્યા રહેવા દરમિયાન આખું વિશ્વ અમેરિકા પર હસે છે.

આ ડિબેટ ABC ન્યૂઝ પર પ્રસારિત થઇ. જેને ત્યાંના સીનિયર જર્નાલિસ્ટ ડેવિડ મુઇર અને લીનસે ડેવિડે મૉડરેટ કરી. ઉલ્લેખનીય છે કે ડેમોક્રેટ તરફથી પહેલા જો બાઇડેન જ રાષ્ટ્રપતિ પદની રેસમાં હતા. પરંતુ ફિટનેસ પર સતત સવાલ ઉઠ્યા બાદ 21 જુલાઇના રોજ તેઓ પોતે પાછળ હટી ગયા. ત્યારબાદ તેમણે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું સમર્થન કર્યું હતું.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!