fbpx

Video: એક્સપ્રેસના AC કોચમાં પાણીની ધાર થઈ, ટ્રેન રોકાઈ અને…

Spread the love

દિલ્હી મેટ્રોની જેમ હવે ભારતીય રેલવેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. હવે, અસુવિધાના કિસ્સામાં, મુસાફરો વીડિયો બનાવે છે અને ઇન્ટરનેટ પર ‘રેલ્વે મંત્રાલય’ને ટેગ કરીને તેમની ફરિયાદો પોસ્ટ કરે છે, ત્યારપછી આ મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, ટ્રેનના કોચની છત પર વેન્ટિલેશન સ્પેસમાંથી પાણીનો છંટકાવ થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં, બર્થ પર બેઠેલા મુસાફરોએ પોતાને પાણીથી બચાવવા માટે ચાદરથી ઢાંકી દીધી છે. આ ક્લિપ 9 સપ્ટેમ્બરના રોજ @DINESHD9692022 હેન્ડલ સાથે પોસ્ટ કરવામાં આવી હતી. તેના કેપ્શનમાં તેણે લખ્યું, ‘ટ્રેનમાં ‘ટિપ-ટિપ બરસા પાની’ એ મુસાફરોને કર્યા પરેશાન.’

હકીકતમાં ટ્રેન જબલપુરથી નીકળી કે તરત જ છત પરથી પાણી ટપકવા લાગ્યું. કટની પહોંચતાની સાથે જ પાણી ધોધની જેમ વહેવા લાગ્યું, જેના કારણે કોચની અંદર બેઠેલા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મુસાફરોએ પાણીથી દૂર રહેવા માટે અનેક ઉપાયો કર્યા હતા. કેટલાક મુસાફરો પાણીથી બચવા કિનારે બેસી ગયા તો કેટલાકે ટ્રેનમાંથી મળેલી ચાદરનો ઉપયોગ કરીને પાણીથી પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો.

જબલપુરથી નિઝામુદ્દીન જઈ રહેલી જબલપુર-નિઝામુદ્દીન ગોંડવાના એક્સપ્રેસ (22181)ની છત પરથી પાણી ટપકવાનો વીડિયો વાયરલ થયો છે. આની સૂચના મળતા જ ટ્રેન જ્યારે વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે પાણી ટપકવાનું બંધ થઈ ગયું હતું. ઝાંસીમાં તમામ વસ્તુ ચેક કર્યા પછી ટ્રેનને તેના ગંતવ્ય સ્થાને રવાના કરવામાં આવી હતી.

રેલ્વેના જનસંપર્ક અધિકારી મનોજ કુમારે જણાવ્યું હતું કે, રાત્રે ટ્રેન નંબર 22181 જબલપુર-નિઝામુદ્દીન ગોંડવાના એક્સપ્રેસના કોચ નંબર M-3માં મુસાફરી કરી રહેલા મુસાફરોએ ફરિયાદ નોંધાવી હતી કે ટ્રેનની છત પરથી પાણી ટપકતું હતું. મુસાફરોએ આનો વીડિયો પણ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

માહિતી મળતા જ રેલવે કર્મચારીઓ ઝાંસી સ્ટેશનના પ્લેટફોર્મ પર પહોંચી ગયા હતા. આ પછી, જેવી ટ્રેન ઝાંસી રેલવે સ્ટેશન પર પહોંચી અને અધિકારીઓ અને કર્મચારીઓ ટ્રેનમાં તે કોચને ચેક કર્યો હતો, ત્યારે ટ્રેનની છત પરથી પાણી ટપકતું જોવા મળ્યું ન હતું, ત્યારપછી ટ્રેનને તેના ગંતવ્ય સ્થાને રવાના કરવામાં આવી હતી.

આ વીડિયો કોંગ્રેસ પાર્ટીના X હેન્ડલ (@INCIndia) પરથી પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો. રેલ્વે મંત્રી પર કટાક્ષ કરતા લખ્યું, ‘રેલ મંત્રી જી, શું વાત છે, તમે યાત્રીઓને ટ્રેનમાં વોટરફોલની સુવિધા પણ આપી છે!, જબલપુર નિઝામુદ્દીન એક્સપ્રેસમાં આ અનોખો ધોધ જોવા મળ્યો હતો. લોકોએ પ્રવાસ પણ કરવાનો અને આ ધોધનો આનંદ પણ માણવાનો. મહાન, અદ્ભુત, જિંદાબાદ.’ આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ પોસ્ટને 1 લાખ 98 હજાર વ્યુઝ અને સાત હજાર લાઈક્સ મળી ચૂકી છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!