ગુજરાત સરકારના ગૃહ મંત્રાલયનો એક ચોંકાવનારો પરિપત્ર બહાર આવ્યો છે. આ પરિપત્રમાં દારૂની રેડ માટે બદલાવ કરવામાં આવ્યો છે. આ પહેલાં ગુજરાતમાં 5,000થી 25,000નો દારૂ જો પકડાતો હતો તો સ્થાનિક પોલીસ સામે ખાતકીય તપાસ કરવામાં આવી હતી. હવે એક લાખ અને અઢી લાખનો દારૂ પકડાય પછી ખાતાકીય કાર્યવાહી થશે. મતલબ કે 1 લાખની અંદર દારૂ પકડાશે તો સ્થાનિક પોલીસ સામે કોઇ કાર્યવાહી નહીં થાય.
અગાઉ જે ક્વોલિટી કેસની તપાસ ચાલી રહી છે તે જૂના નિયમ પ્રમાણે જ ચાલશે. આ બદલાવ હવે જે નવા ક્વોલિટી કેસ થશે તેમાં લાગુ પડશે.
ખાતાકીય તપાસને કારણે પોલીસનું પેપર વર્ક વધી જતું હતું અને સ્ટેશનરી ખર્ચ વધતો હતો એટલે આ બદલાવ કરવામાં આવ્યો છે.