પ્રાંતિજ તથા તાલુકામાં ગણેશ મહોત્સવ ની થઇ રહેલી ધામધૂમથી ઉજવણી
રહીશો સવાર -સાંજ દાદા ની આરતી ઉતારી ધન્યતા અનુભવે છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તથા તાલુકામાં દર વરસ ની જેમ આ વર્ષે પણ વિધ્ન હર્તા ગણેશજીની મૂર્તિઓનું વિવિધ જગ્યાએ સ્થાપના કરવામાં આવી છે જેમાં ગણેશ મંડળો દ્વારા સવાર સાંજ દાદા ની આરતી ઉતારી ભગવાન ને ભાવતા ભોજન પીરસી ભગવાન ગણેશ ને રીઝવવામા આવે છે.
પ્રાંતિજ ખાતે દેવોનાદેવ મહાદેવ ના પુત્ર ગણેશ ની પ્રાંતિજ સહિત તાલુકામા ગણેશ ભકતો ગણેશ મંડળો દ્વારા સ્થાપના કરવામાં આવી છે તો ભગવાન વિધ્નહર્તા ની સવાર સાંજ આરતી સહિત ના કાર્યક્રમો યોજાય છે. તો પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં દૂંદાળાદેવ ની વર્ષોથી સ્થાપના કરવામાં આવે છે અને સ્થાનિકો દ્વારા દાદા ના પડાલ માં ભજન કિર્તન કરે છે તો પ્રાંતિજ આટીયાવાસ ખાતે માધવબાગ ના રાજા તરીકે ઓળખાતા ભગવાન ગણેશની આટીયાવાસ ગણેશ યુવક મંડળ દ્વારા દાદાની સ્થાપના કરવામાં આવે છે અને યુવક મંડળ દ્વારા સવાર સાંજ દાદા ની આરતી સહિત રાત્રી ના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે.
જીલ રાવલ પ્રાંતિજ