fbpx

કરીના કપૂરની ફિલ્મ ‘ધ બકિંઘમ મર્ડર્સ’ જોતા પહેલા વાંચી લો આ રિવ્યૂ

Spread the love

માતા-પિતા માટે પોતાના બાળકો દુનિયાના સૌથી અણમોલ ગિફ્ટ હોય છે. પોતાના બાળકોને ગુમાવવાનો દર્દ એજ ઊંડાણથી સમજી શકે છે, જેણે તેમને ગુમાવ્યા હોય. આપણે માત્ર તેમને સાંત્વના આપી શકીએ છીએ અને તેમના દર્દને વહેચી શકીએ છીએ, પરંતુ જિંદગી કોઈ માટે રોકાતી નથી. તમારા કામને તમારી જરૂરિયાત હોય છે. એવું જ કંઈક કરીના કપૂર ખાનના રોલ જસમીત ભામરા ઉર્ફ જેજ સાથે પણ ફિલ્મ ‘ધ બકિંઘમ મર્ડર્સ’માં થઈ રહ્યું છે.

શું છે ફિલ્મનું કહાની?

જસમીત ભમરા UKમાં ડિટેક્ટિવ સાર્જેન્ટ તરીકે કામ કરે છે. ભામરાએ એક શૂટિંગમાં પોતાના નાનકડા દીકરાને ગુમાવી દીધો છે, જેનો દર્દ તેનાથી સહન થઈ શકતો નથી. પુત્રના હત્યારાને સજા થયા બાદ તે બકિંઘમશાયરમાં પોતાનું ટ્રાન્સફર કરાવી લે છે. અહી ડ્યૂટી જોઇન્ટ કરવા પર તેને એક ટીનેજર બાળક ગુમ થવાનો કેસ પકડાવવામાં આવે છે. ભામરા કેસ લેવાનો ના પડે છે તો તેનો બોસ કહે છે કે હું જાણું છું કે તારી સાથે શું થયું છે, પરંતુ કામ તો કામ હોય છે અને એ તારે કરવું પડશે.

કેસ એક સિખ બાળક ગાયબ થવાનો છે, જેનું નામ ઇશપ્રીત કોહલી છે. પૂછપરછ અને તપાસ કરવા પર ઇશપ્રીત પોલીસ અને ભામરાની ટીમને મૃત મળે છે. તેનું મોત કેવી રીતે થયું? તેને કોણે માર્યો અને કેમ? આ જ સવાલોના જવાબ જસમીત ભામરાએ શોધવાના છે. ઇશપ્રીતના મોતનું કોકડું ઉકેલવા નીકળેલી જેજ સામે એવી વસ્તુ આવવાની છે, જે તેના હોશ ઉડાવી દેશે. તો પોતાના પુત્રને ગુમાવવાના ગમને પણ તેણે એકલીએ જ ઝીલવાનો છે. શું જસમીત એમ કરી શકશે?

કરીનાએ પોતાના જસમીત ભમરાના રોલને સારી રીતે નિભાવ્યો છે. ફિલ્મમાં કરીના ખૂબ ઈમોશનલ રૂપમાં જોવા મળે છે, જે પહેલા કદાજ જ જોવા મળ્યો હશે. તેના મનની અંદરનો દર્દ તેના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે. તો ફિલ્મમાં પોતાના કૌશલ્ય, ગુસ્સા અને સૂઝબૂઝનું પ્રદર્શન પણ તે સારી રીતે કરે છે. કરીનાનું કામ દરેક ફ્રેમમાં શાનદાર છે. તેની સાથે રણવીર બરાર છે. આ અગાઉ તે ‘મોડર્ન લવ’માં નજરે પડ્યો હતો. ‘ધ બકિંઘમ મર્ડર્સ’માં રણવીરે શાનદાર કામ કર્યું છે.

તેનું પરફોર્મન્સ પહેલાથી ખૂબ સારું છે. રણવીર દલજીત કોહલીના રોલમાં છે. તે એક ગુસ્સાળુ પિતા બન્યો છે, જે પોતાના પુત્ર ઇશપ્રીતને ગુમાવ્યા બાદ તૂટી ગયો છે. સાથે જ પોતાના કેટલાક રહસ્ય પણ છાતીમાં દબાવીને છે. દલજીતની પત્ની પ્રીતિ કોહલીનો રોલ પ્રભલીન સંધુએ નિભાવ્યો છે. પ્રભલીનનું કામ શાનદાર છે. એ બધા સિવાય ફિલ્મમાં વિદેશી સ્ટાર્સ કિથ એલન, એશ ટંડન, કપિલ રેડેકર, જોનાથન નેટી, એડોઆ કોટો સાથે અન્યએ કામ કર્યું છે. બધાએ પોતાના રોલ સાથે ન્યાય કર્યો છે.

ડિરેક્ટર હંસલ મેહતાએ ખૂબ સૂઝબૂઝ સાથે ફિલ્મ ‘ધ બકિંઘમ મર્ડર્સ’ને બનાવી છે. ફિલ્મની કહાની અસીમ અરોડા, રાઘવ રાજ કક્કડ અને કશ્યપ કપૂરે લખી છે. કહાની જેટલી રસપ્રદ અને સસ્પેન્સ ભરેલી છે, હાંસલ મેહતાએ એટલી જ સારી રીતે તેને પડદા પર ઉતારી છે. ફિલ્મ પોતાની સાથે ઘણા ઉતાર-ચઢાવ લઈને આવે છે અને શરૂઆતથી અંત તમને પોતાની સાથે બાંધી રાખે છે. તમારા મનમાં પોતાની સીટ છોડવાનો ખ્યાલ આવતો નથી, ન તો તમે તેનાથી કંટાળી જાવ છો.

તેની એડિટિંગ અને ગતિ પણ સારી છે. જો કે, તેનું મ્યૂઝિક કંઇ ખાસ નથી. તેના ગીત તમને ફિલિંગ કરાવતા નથી અને કાનોમાં ખૂંચે છે એ અલગ. આ ફિલ્મ અંગ્રેજી ભાષામાં બનાવવામાં આવી છે, એટલે કે મોટા ભાગની વાતચીત અંગ્રેજીમાં છે. વચ્ચે વચ્ચે તમને હિન્દીમાં વાતચીત પણ સાંભળવા મળે છે. સાથે જ તેનું હિન્દી વર્ઝન પણ રીલિઝ થયું છે. જો તમે વિકેન્ડ પર ફિલ્મ જોવાનો પ્લાન બનાવી રહ્યા છો અને સસ્પેન્સ થ્રીલર ફિલ્મોને પસંદ કરો છો તો ‘ધ બકિંઘમ મર્ડર્સ’ તમારા માટે બની છે.   

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!