ગુજરાતના સુરત શહેરમાં 8 સપ્ટેમ્બરને રવિવારની રાત્રે ગણેશ પંડાલ પર પત્થરમારાની ઘટનાએ દેશભરમાં ભારે ચર્ચા જાગાવી હતી અને એ પછી તો 3 દિવસમાં ગુજરાતમાં વડોદરા, ભરૂચ, કચ્છમાં 4 છમકલાં થયા. સુરતમાં જે રીતે પત્થરમારો થયો એ રીતે કર્ણાટકમાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન પત્થરમારો થયો અને વાત વણસી જતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો અને 15 પોલીસવાળા ઇજા પણ પામ્યા, આવું ઉત્તર પ્રદેશના લખનૌમાં પણ થયું, કોઇકે ગણેશ ભગવાનની પ્રતિમા પર પત્થર ફેંક્યો અને કળશ તુટી ગયું
આ બધી ઘટનાને કારણે હવે જ્યારે ગણેશ વિસર્જનનો દિવસ નજીકમાં છે ત્યારે પોલીસનું ટેન્શન વધી ગયું છે. વિસર્જન દરમિયાન લાખોની સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે અને નાચતા ગતા વિસર્જન કરે છે. એવામાં એક કાંકરીચાળો ગુજરાની શાંતિને ડહોળી શકે છે.