સમય બદલાયો છે અને આજે લગ્ન કોઈ વચેટિયાની મદદથી નહીં, પરંતુ મેટ્રિમોનિયલ સાઇટ્સ દ્વારા થાય છે. અહીં છોકરો અને છોકરી એકબીજા સાથે સીધી વાત કરે છે અને એકબીજાની પસંદ-નાપસંદ પણ સમજે છે. જ્યારે, લોકો વેબસાઇટ પર ભાવિ ભાગીદારોને લગતી તેમની પ્રાથમિકતાઓ પણ સ્પષ્ટપણે લખે છે. જો કે, કેટલાક લોકો આવી વસ્તુઓ એટલી સ્પષ્ટ રીતે લખે છે કે, તે આપણી સમજની બહાર હોય છે. તાજેતરમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
આ કિસ્સામાં, એક મહિલા જે શિક્ષિકા છે, તેના દ્વારા પોતાને કેવો પતિ જોઈએ છે તે માટે લખાયેલી જરૂરિયાતોથી લોકો આશ્ચર્યચકિત થયા છે.
તો આવો જાણીએ પહેલા મહિલા વિશે. સૌ પ્રથમ, આ મહિલાએ પોતાને 39 વર્ષીય છૂટાછેડા લીધેલી ખાનગી શાળાની શિક્ષિકા ગણાવી છે. તે રસોઇ નથી કરી શકતી, પરંતુ તે 5 સ્ટાર હોટલમાં ખાવાનું પસંદ કરે છે અને તેનો વાર્ષિક પગાર માત્ર રૂ. 1.32 લાખ (લગભગ રૂ. 11,000/મહિનો) છે અને લુઇસ વિટનના ડ્રેસ પહેરવાનું પસંદ કરે છે. આ સિવાય તેના માતા-પિતા તેના પર નિર્ભર છે, તો તે લગ્ન પછી તેના માતા-પિતાને પોતાની સાથે જ રાખશે.
લગ્ન માટે સ્ત્રીની પ્રાથમિકતા એ છે કે, તેનો ભાવિ પતિ 34 થી 39 વર્ષની વચ્ચે ફિટ અને અપરિણીત હોવો જોઈએ. તેણે અમેરિકાથી MBA અથવા MS કર્યું હોવું જોઈએ. તે ભારત, અમેરિકા કે યુરોપમાં નોકરી કરતો હોય. તેની પાસે પોતાનું 3 BHK ઘર હોવું જોઈએ. તેના માતા-પિતા તેની સાથે રહેતા ન હોવા જોઈએ. તેનો પગાર વાર્ષિક ઓછામાં ઓછો 30 લાખ રૂપિયા હોવો જોઈએ અને જો તે NRI છે, તો તે દર વર્ષે ઓછામાં ઓછા 96,000 US ડૉલર કમાતા હોવા જોઈએ.
મેટ્રિમોનિયલ સાઈટનો આ સ્ક્રીનશોટ @ShoneeKapoor નામના ટ્વિટર ID પર શેર કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં રમૂજી રીતે લખ્યું છે, તેમની ગુણવત્તા અને પગાર જુઓ અને તેમને જોઈતા પતિની ગુણવત્તા અને પગાર જુઓ.
આ પોસ્ટ વાઈરલ થતા જ લોકોએ તેના પર ઘણી કોમેન્ટ્સ કરવા માંડી. એકે લખ્યું, ‘કેવી અજીબ મહિલા- પોતે તો છૂટાછેડા લીધેલ છે અને ઇચ્છે છે કે તેનો પતિ અપરિણીત હોય.’ બીજાએ કટાક્ષમાં લખ્યું, ‘તે અદ્ભુત છે કે, તેનો પગાર 11 હજાર છે અને તેને લૂઈ વિટનના ડ્રેસ પહેરવા ગમે છે.’ એક યુઝરે કહ્યું, ‘લગ્ન ધીરે ધીરે બિઝનેસ ડીલ બની ગયા છે.’ એકે કહ્યું, ‘આ મહિલાને તેના પતિ પાસેથી ઘણી બધી અપેક્ષાઓ છે, પરંતુ તે પોતે કંઈ જ નથી.’