fbpx

મહારાષ્ટ્રમાં ત્રીજા ગઠબંધનની સંભાવના, MVA-મહાયુતિની વધશે ચિંતા

Spread the love

મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભાની ચૂંટણી અગાઉ મોટું પોલિટિકલ અપડેટ સામે આવ્યું છે. રાજ્યમાં મહાવિકાસ અઘાડી (MVA) અને મહાયુતિ સિવાય એક ત્રીજું ગઠબંધન બનવાની કવાયદ તેજ થઈ ગઈ છે. મહાયુતિમાં ભારતીય જનતા પાર્ટી (BJP), એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની NCP સામેલ છે. તો મહા વિકાસ અઘાડી એટલે કે MVAમાં કોંગ્રેસ, NCP (શરદ ચંદ્ર પવાર) અને શિવસેના (UBT) સામેલ છે. આવો તો આ આર્ટિકલમાં જાણીએ મહારાષ્ટ્રમાં ત્રીજા ગઠબંધનમાં કયા નેતાઓને સાથે લાવવાની કવાયદ થઈ રહી છે.

કયા નેતા આવી રહ્યા છે સાથે?

મહારાષ્ટ્રમાં MVA અને મહાયુતિ આ 2 ગઠબંધન પહેલાથી જ છે, પરંતુ હવે ત્રીજું ગઠબંધન બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ગઠબંધનમાં અમરાવતીના ધારાસભ્ય બચ્ચૂ કડૂ, ખેડૂત નેતા રાજૂ શેટ્ટી અને છત્રપતિ સંભાજી મહારાજ અત્યારે એક સાથે આવી રહ્યા છે, પરંતુ આ ત્રણેય નેતાઓનો પ્રયાસ છે કે મરાઠા નેતા મનોજ જરાંગે અને પ્રકાશ આંબેડકારને પણ આ ગઠબંધનમાં સામેલ કરવામાં આવે. ત્રીજા ગઠબંધનનું સ્વરૂપ શું હશે અને ક્યાં ક્યાં અને કેવી રીતે ચૂંટણી લડી શકાય છે તેના પર ચર્ચા કરવા માટે પૂણેમાં બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

કોને થશે નુકસાન?

જો પ્રકાશ આંબેડકર અને મનોજ જરાંગે પણ ત્રીજા ગઠબંધનમાં સાથે આવે છે તો આ ગઠબંધન પશ્ચિમી મહારાષ્ટ્ર અને મરાઠાવાડામાં મોટી તાકત બની શકે છે. જો આ ગઠબંધન બનશે તો તેનું સૌથી વધારે નુકસાન મહા વિકાસ અઘાડીને થઈ શકે છે કેમ કે સત્તાપક્ષ વિરોધી મતોનું વિભાજન થશે.

અજીત પવારને ઝટકો:

બીજી તરફ NCP અજીત પવાર ગ્રુપમાંથી OBC નેતા ઈશ્વર બાલબુધે વિધાનસભાની ચૂંટણી અગાઉ શરદ પવાર ગ્રુપમાં સામેલ થશે. છગન ભુજબલના સમર્થક અને OBC સેલના અધ્યક્ષ ઈશ્વર બાલબુધે ફરી એક વખત શરદ પવારની આગેવાનીવાળી NCP (SP)માં સામેલ થશે. ઈશ્વર બાલબુધે અજીત પવાર ગ્રુપમાં પ્રદેશ સચિવ અને OBC સમન્વયક પદ પર હતા. કાલે સવારે 11:00 વાગ્યે શરદ પવાર અને જયંત પાટીલ પાર્ટીની ઉપસ્થિતિમાં તેઓ NCP (SP)માં સામેલ થશે. OBC નેતા તરીકે ઈશ્વર બાલબુધેની સારી પકડ હતી. ઈશ્વર બાલબુધે પાર્ટીમાં OBC પ્રત્યે ઉદાસીન વલણથી નારાજ હતા.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!