fbpx

અજીતથી નારાજ છે અઠાવલે? NCPનો ઉલ્લેખ કરતા જણાવ્યું કેમ ન મળ્યું મંત્રી પદ

Spread the love

મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપ અને તેમના સહયોગી દળોની અંદર સંઘર્ષના સમાચારો સતત આવી રહ્યા છે. હવે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ દાવો કર્યો છે કે અજીત પવારના નેતૃત્વવાળી NCPને મહાયુતિ સરકારમાં સામેલ કરવાના કારણે તેમની પાર્ટી RPI(A)ને વાયદા છતા રાજ્યમાં કોઈ મંત્રી પદ મળ્યું નથી. જો કે, રામદાસ અઠાવલેએ કહ્યું કે, તેમને વિશ્વાસ છે કે આગામી વિધાનસભાની ચૂંટનીય સત્તાધારી ગઠબંધન (મહાયુતિ) 150 થી 160 સીટો જીતશે.

કેન્દ્ર સરકારમાં સામાજિક અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે, અજીત પવાર મહાયુતિ સરકારમાં સામેલ થયા બાદ RPI(A)ને મહારાષ્ટ્ર કેબિનેટમાં કોઈ મંત્રી પદ ન મળ્યું. અમારી પાર્ટીને કેબિનેટમાં પદ, 2 પાલિકાની અધ્યક્ષતા અને જિલ્લા સ્તરીય સમિતિઓમાં ભૂમિકાઓ આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ અજીત પવાર સામેલ થવાના કારણે આ બધુ ન થઈ શક્યું. તેમણે વધુમાં કહ્યું કે, આગામી મહારાષ્ટ્ર ચૂંટણી માટે RPI(A)ને ચૂંટણી લડવા માટે 12 સીટો આપવી જોઈએ. અમને રાજ્ય કેબિનેટમાં પણ પ્રતિનિધિત્વ આપવું જોઈએ.

અજીત પવારના નેતૃત્વવાળી NCP, ગયા વર્ષે જુલાઈમાં રાજ્યમાં એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારમાં સામેલ થઈ ગઈ હતી. RPI(A) પણ NDA ગઠબંધનનો હિસ્સો છે. મરાઠા અનામત પર રામદાસ અઠાવલેએ કહ્યું કે, તેમની પાર્ટીએ સૌથી પહેલા આ મુદ્દો ઉઠાવ્યો હતો. મરાઠાઓને એક અલગ શ્રેણી હેઠળ અનામત આપવું જોઈએ કેમ કે તેમને અન્ય પછાત વર્ગ (OBC) હેઠળ સામેલ કરવાથી એ સમૂહ તરફથી વિરોધને પ્રોત્સાહન મળશે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્ર સરકારે તામિલનાડુની અનામત પ્રણાલીનું અધ્યયન કરવું જોઈએ અને દર વર્ષે 8 લાખ રૂપિયાની આવકવાળા આર્થિક રૂપે નબળા વર્ગોના મરાઠાઓને અનામત આપવું જોઈએ.

રામદાસ અઠાવલેએ વક્ફ (સંશોધન) બિલ 2024ને પોતાનું સમર્થન આપ્યું. પોતાના મંત્રાલયની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે, તેમની કલ્યાણકારી પહેલોથી ભારતની 45 ટકા વસ્તીને લાભ મળે છે. મંત્રાલયોએ યુવાઓને માદક પદાર્થોના સેવનની પ્રવૃત્તિને રોકવાના ઉદ્દેશ્યથી રાષ્ટ્રવ્યાપી નાશમુક્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, મંત્રાલયે 51 કરોડ બેંક ખાતા ખોલ્યા છે અને મુદ્રા યોજના તેમજ ઉજ્જ્વળય ગેસ યોજના જેવી પહેલના માધ્યમથી 46 કરોડ વ્યક્તિઓને લાભ પહોંચાડ્યો છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!