fbpx

સિનિયર સિટીઝન્સ ફોરમના ઉપક્રમે ગ્રાહક સુરક્ષાના કેસોની ચર્ચા નાટ્યરૂપે કરાઇ

Spread the love

સુરત: સિનિયર સિટીઝન્સ ફોરમ સંસ્થા દ્વારા ગ્રાહક સુરક્ષા અભિયાન અંતર્ગત એક અનોખા પ્રકારના કાર્યક્રમનું આયોજન થયું હતુ. જેમાં ગ્રાહક સુરક્ષા અધિનિયમ અન્વયેના ઈન્સ્યુરન્સ, બેંકીગ, બિલ્ડર્સ અને ટુર્સ/ટ્રાવેલ્સ સંબંધિત કેસીસનું નાટય રૂપે સ્ટેજ પર સર્વ નરેશ કાપડીયા, દિલીપ ધાસવાલા, યામિની વ્યાસ અને જીગીશા દેસાઈ દ્વારા મંચન કરાયું હતુ અને પ્રત્યેક કેસના નાટય-મંચનના અંતે ગ્રાહક સુરક્ષાના નિષ્ણાંત વકીલો શ્રેયસ દેસાઈ, પ્રાચી અર્પિત દેસાઈ તથા ઈશાન દેસાઈ દ્વારા જે-તે કેસોના સંજોગોમાં ગ્રાહકે શું-શું કાળજીઓ લેવી જોઈએ તે બાબતે અને ગ્રાહક સુરક્ષા અધિનિયમ અંતર્ગત ન્યાય મેળવવા કઈ રીતે કાર્યવાહી થઈ શકે તે અંગે માર્ગદર્શન અપાયું હતું.

જીવન ભારતીના રંગભવન ખાતે ખીચો-ખીચ ભરાયેલા હોલમાં પ્રક્ષકોએ આ કાર્યક્રમ છેલ્લે સુધી રસપૂર્વક માણ્યો હતો. કોર્ટ કેસોનું નાટયસ્વરૂપે મંચન કરીને ગ્રાહકોને માર્ગદર્શન આપવાનો આ પ્રકારનો ગુજરાત રાજયમાં પ્રથમ જ પ્રયોગ હતો. સિનિયર સિટીઝન્સ ફોરમના પ્રમુખ રશ્મીભાઈ શાહ તેમજ ઉપપ્રમુખ એ.કે.ત્રિવેદીએ પ્રાસંગિક વિધિઓ કરી હતી તેમજ હાલમાં જ એલ.એલ.એમ. ફર્સ્ટ કલાસ થયેલ એડવોકેટ પ્રાચી દેસાઈ અને અર્પિત દેસાઈનું સંસ્થા દ્વારા સ્મૃતિ ભેટ આપી અભિવાદન પણ કરાયું હતું.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!