પ્રાંતિજ સિવિલ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો
– સાંસદ , ધારાસભ્ય , પૂર્વ ધારાસભ્ય સહિત ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા
– સેવા પખવાડિયા હેઠળ ૬૦ વર્ષ થી વધુ ની મહિલાઓ માટે નિ:શુલ્ક કેમ્પ યોજાયો
– જિલ્લા મહિલા મોરચો તથા પ્રાંતિજ મહિલા મોરચા દ્રારા કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે સેવા પખવાડિયા અંતર્ગત સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલા મોરચા ની બહેનો દ્રારા પ્રાંતિજ તાલુકાની મહિલાઓમાટે નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા મહિલાઓ લાભ લીધો હતો
પ્રાંતિજ ખાતે જિલ્લા મહિલા મોરચો તથા પ્રાંતિજ મહિલા મોરચા ની બહેનો દ્રારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીના જન્મ દિવસ ની ઉજવણી થઈ રહી છે જેને લઈ ને તથા જન સેવા એજ પ્રભુ સેવા આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના ને છ વર્ષ પૂર્ણ થતા સેવા પખવાડિયુ હેઠળ ૬૦ વર્ષ થી વધુ વયની મહિલાઓ માટે નિ :શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ નેશનલ હાઈવે-૪૮ ઉપર આવેલ સિવિલ ખાતે યોજાયો હતો જેમા પ્રાંતિજ તથા તાલુકા માંથી મોટી સંખ્યામાં મહિલાઓ. ઉપસ્થિત રહી ને લાભ લીધો હતો તો આ પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા , પૂર્વ મંત્રી તથા પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા , પ્રાંતિજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ , જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ , જિલ્લા મહામંત્રી કાજલબેન દોષી , સેજલબેન પટેલ , પ્રાંતિજ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , નગરપાલિકા પૂર્વ મહિલા પ્રમુખ ગીતાબેન પટેલ , હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ , મહેશભાઇ મકવાણા , મહિલા મોરચા ના પ્રમુખ જીગજ્ઞાબેન સોની , ઉપપ્રમુખ પદમાબેન રાવલ , ઉપપ્રમુખ રિધ્ધીબેન ભટ્ટ , મંત્રી સોનલબેન દેસાઇ , પિયકાબેન પટેલ , હેતલબેન ભોઇ , મીનાબેન સોની સહિત મહિલા મોરચા ની બહેનો ઉપસ્થિત રહ્યી હતી તો સાંસદ શોભનાબેન બારૈયા , ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા દ્રારા સિવિલ મા સારવાર લઈ રહેલ દર્દીઓના ખબર અંતર પુછી સિવિલ સેવાઓ અંગે પુછપરછ કરી હતી તો સિવિલ ના ર્ડા હર્ષ પટેલ તથા ર્ડાકટર મિત્રો દ્રારા ર્ડાકટરી સેવા પુરી પાડવામા આવી હતી ત્યારે પ્રાંતિજ મહિલા મોરચાની બહેનો દ્રારા ૬૦ વર્ષ થી વધુની મહિલાઓ માટે નિ:શુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ નુ સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ
જીલ રાવલ પ્રાંતિજ