મોદી કેબિનેટે એક રાષ્ટ્ર, એક ચૂંટણી પર રામનાથ કોવિન્દ કમિટીની ભલામણોને સ્વીકારી લીધી છે. કેબિનેટના આ પગલાં બાદ રાજનીતિક પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે. સાથે જ એ વાત પર પણ ચર્ચા થવા લાગી છે કે જો એક રાષ્ટ્ર, એક ચૂંટણીને દેશમાં લાગૂ કરવામાં આવે છે તો તેનાથી સરકારી ખજાનામાં કેટલી બચત થશે. ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખનારા વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ, જો આ ફોર્મ્યૂલા હેઠળ ચૂંટણી કરાવવામાં આવી તો 30 ટકા સુધીનો ખર્ચ બચાવી શકાય છે. જો કે, વિશેષજ્ઞોનું એમ પણ માનવું છે કે, ચૂંટણી પંચ અને રાજનીતિક પાર્ટીઓના સહયોગ પર ઘણું બધુ નિર્ભર કરશે.
ચૂંટણી ખર્ચ પર નજર રાખનારા એક વિશેષજ્ઞના જણાવ્યા મુજબ એક રાષ્ટ્ર, એક ચૂંટણી લાગૂ થવા પર ચૂંટણી ખર્ચમાં ઓછામાં ઓછો 30 ટકાનો ઘટાડો આવી શકે છે. લગભગ 3 દશકથી ચૂંટણી પર નજર રાખનાર એન. ભાસ્કર રાવે કહ્યું હતું કે, વૉટના બદલે નોટ કે મતદાતાઓને લોભવવા પર અંકુશ લગાવ્યા વિના ચૂંટણી ખર્ચમાં ઉલ્લેખનીય ઘટાડો નહીં આવે. આ વર્ષે થયેલી લોકસભાની ચૂંટણી અગાઉ સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ (CMS)ના પ્રમુખ રાવે અનુમાન લગાવ્યું કે જો 2024માં ભારતના બધા સ્તરો પર ચૂંટણી થાય છે તો તેના પર 10 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થશે.
લોકસભાની ચૂંટણી પર આવનાર ખર્ચ પર ભાસ્કર રાવે કરેલા વિશ્લેષણ માનીએ તો અત્યારે એક રાષ્ટ્ર એક ચૂંટણી કરાવવા પર 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ શકે છે. તેમણે કહ્યું કે, આ અનુમાન સંસદીય ચૂંટણી અગાઉ લગાવવામાં આવ્યા હતા અને ભવિષ્યની ચૂંટણીઓમાં વાસ્તવિક આંકડો તેનાથી ઘણો બધો હોય શકે છે. ભાસ્કર રાવે સ્પષ્ટ કર્યું કે, આ આંકડાઓમાં રાજનીતિક પાર્ટીઓએ ચૂંટણી પંચને બતાવેલ સત્તાવાર ખર્ચના આંકડા અને સરકાર દ્વારા ચૂંટણી કરાવવામાં કરાયેલા વધારાનો બેહિસાબ ખર્ચ પણ સામેલ છે.
ચૂંટણી ખર્ચ વિશેષજ્ઞ ભાસ્કર રાવે જણાવ્યું કે, એક રાષ્ટ્ર એક ચૂંટણીના ફૉર્મ્યૂલાને અપનાવવાથી અંદાજિત 10 લાખ કરોડ રૂપિયાના ખર્ચમાંથી 3-5 લાખ કરોડ રૂપિયાની બચત થઈ શકે છે. આ ચૂંટણી પંચની કાર્યકુશળતા અને રાજનીતિક પાર્ટીઓના સહયોગ પર નિર્ભર કરશે. જ્યાં સુધી રાજનીતિક પાર્ટીઓ તરફથી હાલની રીતો પર લગામ લગાવવામાં નહીં આવે એક રાષ્ટ્ર એક ચૂંટણી, ત્યાં સુધી ચૂંટણી ખર્ચમાં કોઈ મહત્ત્વપૂર્ણ કમી નહીં આવે. એ સિવાય ચૂંટણી પંચ વધુ કાર્યકુશળ હોતું નથી, મોડલ કોડ ઓફ કંડક્ટને રાજનીતિક પાર્ટી દ્વારા અપનાવવામાં આવતો નથી અને ચૂંટણી કાર્યક્રમ વધુ તર્કસંગત થઈ જતો નથી, ત્યાં સુધી ચૂંટણી ખર્ચમાં ઉલ્લેખનીય કમીની આશા નહીં રાખી શકાય.