fbpx

પ્રાંતિજ સોનગઢ ખાતે પોલીસ કર્મીઓને મારમારતા પોલીસ ફરિયાદ થઈ

Spread the love

તપાસ મા જઇ રહેલ પોલીસ કર્મી ની કાર નીચે રસ્સી આવતા ગાળો-બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી

પ્રાંતિજ સોનગઢ ખાતે પોલીસ કર્મીઓને મારમારતા પોલીસ ફરિયાદ થઈ
– સાત સહિત પચ્ચીસ થી ત્રીસ સામે પોલીસ ફરિયાદ થઈ
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી

                 

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના સોનગઢ ખાતે તપાસ અર્થે જઈ રહેલ પોલીસ કર્મીઓને નજીવી બાબતે મારમારી ગાડીને નુકસાન કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા સાત સામે નામજોગ તથા પચ્ચીસ થી ત્રીસ ના ટોળા સામે પોલીસ ફરિયાદ થઈ

પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના રામપુરા ફતેપુરા પાસે આવેલ સાબર કોલેજ મા મોબાઈલ ચોરી થતા હોય તે સંદર્ભે પ્રાંતિજ પોલીસ સ્ટેશન નો ડી.સ્ટાફ પોતાની ખાનગી કાર લઈ ને તપાસ અર્થે જઈ રહ્યા હતા તે દરમ્યાન વચ્ચે આવતુ સોનગઢ પાસે એક નાનુ વાચરડુ અને તેના ગળા મા રહેલ લાબી દોરી રોડ ઉપર હોય અને રસ્સી ટાયર નીચે આવી જતા તપાસ અર્થે જઈ રહેલ પોલીસ કર્મી મનીષકુમાર બલભદ્ર સિંહ પોતાની કાર ઉભી રાખી નીચે ઉતરીને જોવા જતા હતા તે દરમ્યાન આ કામના આરોપીઓ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા પોતાના હાથમા લાકડીઓ જેવા પ્રાણઘાતક હથિયારો ધારણ કરી એકસંપ થઈ આવી પોલીસ કર્મી મનીષ કુમાર તથા અન્ય ડી. સ્ટાફ દ્રારા પોલીસ તરીકે ની ઓળખ આપવા છતા મા બેન સામી ગાળો બોલી લાકડીઓથી હુમલો કરી મનીષકુમાર ને ગડદાપાટુ તેમજ લાકડીથી મારામારી તથા અન્ય પોલીસ ડી.સ્ટાફ ને પણ ગડદાપાટુ તેમજ લાકડીઓ ના ગોદાથી મારમારી મનીષકુમાર તથા અન્ય પોલીસ સ્ટાફ ને કાયદેસર ની ફરજ મા અડચણ ઉભી કરી રૂકાવટ કરી મનીષકુમાર ની ગાડીને નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ ના જાહેરનામ નો ભંગ કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મી મનીષકુમાર બલભદ્ર સિંહ દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે લલુભાઇ ખોડાભાઇ રબારી , વાધુભાઇ સહદેવભાઇ રબારી , સજ્જ બેન લલુભાઇ રબારી , ગીતાબેન સાકાભાઇ રબારી , જગદીશભાઇ ગેમોરભાઇ રબારી , ધમેન્દ્રકુમાર જયરામભાઇ રબારી , ભરતભાઇ સહદેવ ભાઇ રબારી
 તથા આશરે પચ્ચીસ થી ત્રીસ મહિલા અને પુરુષો નુ ટોળુ તમામ રહે. સોનગઢ તા.પ્રાંતિજ, જિ.સાબરકાંઠા વિરૂધ્ધ આઇપીસીકલમ ૧૮૯(૨)(૪), ૧૯૧ (૨)(૩), ૧૨૧(૧), ૧૧૫(૨),૧૩૨,૨૨૧,૩૫૨,૩૫૧(૩)૩૨૪(૧)તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ  ગુનો નોધી આગળની તપાસ પ્રાંતિજ પોલીસ ના પીઆઈ આર.આર.દેસાઇ દ્રારા હાથ ધરવામા આવી છે

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg



Leave a Reply

error: Content is protected !!