fbpx

7મા ધોરણમાં થયો પ્રેમ અને આખી શાળામાં પડી ગઈ ખબર.. કેવી છે અશ્વિનની લવ સ્ટોરી

Spread the love

રવિચંદ્રન અશ્વિનને ભારતીય ક્રિકેટના ટફ ખેલાડીઓમાંથી એક માનવામાં આવે છે. એવો ખેલાડી જે મુશ્કેલ સમયમાં વિખેરાતો નથી, પરંતુ હજુ વધારે નિખરે છે. બાંગ્લાદેશ વિરુદ્ધ ચેન્નાઈ ટેસ્ટની પહેલી ઇનિંગમાં કંઈક એવું જ થયું. ભારતે 144 રન પર 6 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યાંરે અશ્વિન બેટિંગ કરવા ઉતર્યો. અશ્વિને ચેન્નાઈમાં બાંગ્લાદેશ વિરુદ્ધ મુશ્કેલીમાં ફસાયેલી ભારતીય ટીમને ઉગારી. 144 રન પર ભારતે 6 વિકેટ ગુમાવી દીધી હતી અને પછી અશ્વિને આવીને રવીન્દ્ર જાડેજા સાથે 7મી વિકેટ માટે 199 રનની ભાગીદારી કરી હતી.

બાંગ્લાદેશ વિરુદ્ધ 7મી વિકેટ માટે ભાગીદારી કરનાર આ ખેલાડીને 7માં ધોરણમાં જ પ્રેમ થઈ ગયો હતો. અશ્વિનની પત્ની પ્રીતિ નારાયણે પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, કેવી રીતે 7માં ધોરણમાં જ તેને પ્રેમ થઈ ગયો હતો અને તેની બાબતે આખી શાળાને ખબર પડી ગઈ. અશ્વિનની ક્રિકેટ દુનિયામાં સફળતા પાછળ પત્ની પ્રીતિ નારાયણનો પણ હાથ રહ્યો છે. પ્રીતિ હંમેશાં જ અશ્વિન સારા-નરસા સમયમાં મજબૂતી સાથે ઊભી રહી છે.

થોડા સમય અગાઉ જ પ્રીતિએ અશ્વિન અને પોતાની લવ સ્ટોરીને લઈને રસપ્રદ વાતો શેર કરી હતી. પ્રીતિ નારાયણે અશ્વિન બાબતે જિયો સિનેમા પર AJIO મેચ સેન્ટર લાઇવના હેંગઆઉટમાં વાત કરી હતી. સાનિયા મિર્ઝા, વેદા કૃષ્ણમૂર્તિ અને દાનિશ સેતેએ તેને હોસ્ટ કર્યો હતો. પ્રીતિએ અશ્વિન સાથે શરૂઆતી દિવસોને યાદ કરતા જણાવ્યું હતું કે તે કેવી રીતે અશ્વિન સાથે મળી હતી. વાસ્તવમાં પ્રીતિ અને અશ્વિન એક જ માધ્યમિક શાળામાં ભણતા હતા.

પ્રીતિએ કહ્યું કે, અમારો પરિચય માધ્યમિક શાળામાં જ થઈ ગયો હતો. સાતમા ધોરણમાં જ તેમને મારા પર ક્રશ થઈ ગયું હતું. કમાલની વાત છે કે મને નહીં, પરંતુ આખી શાળાને આ વાત ખબર હતી. ત્યારબાદ અમે મોટા થઈ ગયા અને કરિયર પર ફોકસ કરવાના કારણે અલગ થઈ ગયા. હું એક ઇવેન્ટ કંપનીમાં કામ કરતી હતી. અશ્વિનને મારા પર ભારે ક્રશ હતું અને આખી શાળાને એ ખબર હતી.

તે ક્રિકેટને આગળ વધારવા માટે શાળામાંથી જતો રહ્યો, પરંતુ અમે એક-બીજાના સંપર્કમાં રહ્યા. જન્મદિવસ, પાડોશમાં રહેવું એ સાથે જોડાઈ રહેવા માટેના અમારા માધ્યમ હતા. પ્રીતિએ જણાવ્યું કે, ચેન્નાઈ સુપર કિંગ્સનું અકાઉન્ટ સંભાળતા અશ્વિન સાથે ફરી તેની મુલાકાત થઈ. શાળામાં મળેલો અશ્વિન હવે 6 ફૂટની લંબાઈવાળો શખ્સ હતો. અચાનક મેં તેને 6 ફૂટના વ્યક્તિના રૂપમાં જોયો. અમે એક-બીજાને સાતમા ધોરણથી જાણતા હતા. અમારું નસીબમાં મળવાનું લખ્યું હતું. 10 વર્ષોથી એક-બીજાને જાણ્યા બાદ અશ્વિને પ્રીતિને ડેટ બાબતે પૂછ્યું.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!