દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે આતિશીના નામની જાહેરાત થયા બાદ સ્વાતિ માલીવાલે એક નિવેદન આપતા કહ્યું કે આ દિલ્હી માટે દુઃખનો દિવસ છે. ત્યારબાદ આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના સભ્ય પદેથી સ્વાતિ માલીવાલનું રાજીનામું માંગી લીધું.
દિલ્હીના મુખ્યમંત્રીના પદ પરથી અરવિંદ કેજરીવાલના રાજીનામા પછી આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા છે. CM તરીકે આતિશીના નામની જાહેરાત થયા બાદ AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે તેમને ડમી CM કહેતા કહ્યું કે આ દિલ્હી માટે દુઃખનો દિવસ છે. અને ત્યારપછી આમ આદમી પાર્ટીએ સ્વાતિ માલીવાલના રાજ્યસભાના સભ્ય પદેથી રાજીનામાની માંગ કરી હતી. જો કે લાંબા સમયથી સ્વાતિ માલીવાલ AAP ના નેતાઓ વિરુદ્ધ નિવેદન આપી રહ્યા છે, છતાં પણ તેઓ પાર્ટીનો હિસ્સો છે.
એવામાં સવાલ થાય કે સ્વાતિ માલીવાલ પાર્ટીનો હિસ્સો હોવા છતા પાર્ટી વિરુદ્ધના નિવેદન આપે છે તો આમ આદમી પાર્ટી તેને બહારનો રસ્તો કેમ નથી દેખાડતી. ચાલો જાણીએ કે ક્યાં ફસાયેલો છે આમ આદમી પાર્ટીનો પેંચ અને આવું કરવામાં પાર્ટીને શું મુશ્કેલી છે.
AAPની પાસે છે આ વિકલ્પો
આમ આદમી પાર્ટી સ્વાતિ માલીવાલ પર ત્રણ પ્રકારની એક્શન લઇ શકે છે. જેમાં પ્રથમ તે સ્વાતિ માલીવાલને સસ્પેન્ડ કરે, બીજું તે તેમને નિલંબિત કરે અને ત્રીજું તેમની પાસેથી પાર્ટી રાજીનામું માંગી શકે છે. તો ચાલો જાણીએ એ કઈ એક્શન લેવાથી કેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે…
જો પાર્ટી તેને સસ્પેન્ડ કરે તો?
જો આમ આદમી પાર્ટી સ્વાતિ માલીવાલને સસ્પેન્ડ કરશે તો પાર્ટીનો આદેશ તેમને માનવો પડશે. પણ એવી સ્થિતિમાં સ્વાતિ માલીવાલને ફાયદો એ થશે કે તેને રાજ્યસભાના સભ્ય તરીકે ચાલુ રહેવામાં કોઈ મુશ્કેલી આવશે નહીં. અને તે સાંસદ બન્યા રહેશે.
જો તેમને નિલંબિત કરી દેવામાં આવશે તો શું થશે?
જો પાર્ટી તેમને નિલંબિત કરવાનો નિર્ણય લેશે તો તેવી પરિસ્થિતિમાં પણ પાર્ટીને જ નુકશાન થશે. નિલંબિત કરવાથી સ્વાતિ માલીવાલ પાર્ટીથી તો બહાર થઇ જશે પણ, રાજ્યસભાના સાંસદ તરીકે ચાલુ રહેશે. અને તેઓ પાર્ટીનો કોઈપણ આદેશ માનવા બંધાયેલા રહેશે નહીં. એવી સ્થિતિમાં AAPના એક સાંસદ પણ ઓછા થઇ જશે. જો કે AAP તેને નિલંબિત કરે છે તો તેવી સ્થિતિમાં સ્વાતિ માલીવાલ અન્ય પક્ષમાં જોડાય શકશે નહીં, જો તેઓ એવું કરે છે તો તેની રાજ્યસભાની સદસ્યતા ખત્મ થઇ જશે.
પાર્ટી તેમની સદસ્યતા ક્યારે ખત્મ કરી શકે?
સ્વાતિ માલીવાલની સંસદની સદસ્યતા બે પરિસ્થિતિમાં જઈ શકે છે. પ્રથમ તો તે પોતે પાર્ટીમાંથી રાજીનામું આપી દે અથવા પાર્ટીના કોઈ નિર્દેશની વિરુદ્ધ સંસદમાં વોટિંગ કરે અથવા ગેરહાજર રહે. આવી સ્થિતિમાં પાર્ટી તેમની સદસ્યતા ખત્મ કરાવી શકે છે અને તેના માટે વિશેષ જોગવાઈ છે. જેમાં પાર્ટીએ 15 દિવસની અંદર સભાપતિ સમક્ષ ફરિયાદ કરવાની રહેશે. ત્યારબાદ સ્વાતિ માલીવાલની સદસ્યતા મુશ્કેલમાં આવી શકે છે.
એવામાં આમ આદમી પાર્ટી સ્વાતિ માલીવાલ સામેથી રાજીનામું આપી દે અથવા સંસદમાં પાર્ટી લાઈનની વિરુદ્ધ વોટિંગ કરે તેવું જ ઇચ્છશે. જો પાર્ટી દ્વારા તેમને સસ્પેન્ડ કે નિલંબિત કરવામાં આવે તો સ્વાતિ માલીવાલની સંસદની સદસ્યતા અપક્ષ ઉમેદવારના રૂપમાં ચાલુ રહેશે.