fbpx

હાર્ટસર્જરી પછી હોસ્પિટલમાં મિત્રએ એવી ભેટ આપી કે એક ઝાટકે બન્યો કરોડપતિ

Spread the love

એવું  કહેવાય છે કે જો કિસ્મતનો સિતારો ચમકે તો માણસ રાતોરાત કરોડપતિ બની જતો હોય છે. આવું જ અમેરિકાના એક વ્યકિત સાથે બન્યું છે. આ વ્યકિતની હાર્ટની સર્જરી થઇ હતી અને ધીમે ધીમે રિકવરી થઇ રહી હતી. આ વ્યકિતના ખબર અંતર પુછવા આવેલા મિત્રએ ગેટ વેલ સુનના કાર્ડ સાથે એક લોટરીની ટિકીટ ભેટમાં આપી હતી. એ વ્યકિતની કિસ્મત જુઓ, લોટરીને  સ્ક્રેચ કરી તો 7 કરોડ રૂપિયાનું ઇનામ જીત્યો હતો.હાર્ટના દર્દીની ખુશીનો તો કોઇ પાર રહ્યો નહોતો. નવાઇની વાત એ છે કે આ વ્યકિતનો મિત્ર એટલો લકી છે કે તેણે અગાઉ વર્ષગાંઠ પર પણ લોટરી આપી ત્યારે સારી એવી રકમ આ વ્યકિતએ જીતી હતી.

 અમેરિકાના મેસાચુસેટ્સમાં રહેતા અલેકજેંડર મેકલિશે ઓપન હાર્ટ સર્જરી કરાવી હતી અને તે ધીમે ધીમે રિકવર થઇ રહ્યો હતો. મેકલિશને તેનો મિત્ર ખબર અંતર પુછવા આવ્યો હતો અને તેણે મેકલિસને ગેટ વેલ સુનના કાર્ડ આપ્યો હતો, જેમાં લોટરીની ટિકીટ હતી. જયારે લોટરી સ્ક્રેચ કરવામાં આવી તો 1 મિલિયન ડોલર ( અંદાજે 7 કરોડ રૂપિયા)નું ઇનામ લાગ્યું હતું. મેકલિસતો ખુશીનો માર્યો ઉછળી પડ્યો હતો.

 લોટરીના ડ્રોમાં મેકલિશ સેકન્ડ વિનર રહ્યો હતો જેણે 1 મિલિયન ડોલર જીત્યા હતા, જયારે પ્રથમ વિજેતાએ 5 મિલિયન ડોલર જીત્યા હતા. 10 ભાગ્યશાળી વિજેતા બન્યા હતા, જેમાં મેકલીસ બીજા ક્રમે હતો.

 જો કે  મેકલિશ સાથે આ પહેલીવાર બન્યું નથી, આ પહેલાં પણ આ જ મિત્રએ તેને વર્ષગાંઠ પર મેકલિશને લોટરી ગિફ્ટ કરી હતી ત્યારે તે 1000 ડોલર જીત્યો હતો. બીજી વખત આ જ મિત્રએ લોટરી ભેટમાં આપી તો 1 મિલિયન ડોલર મળી ગયા હતા.

મેકલિશના 7 કરોડ લોટરી જીતવાના  સમાચાર સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસરી રહ્યા છે. લોકોને એ જાણવામાં રસ છે કે મેકલિશના એ મિત્રનું નામ શું છે જેણે લોટરીની ટિકીટ ભેટમાં આપી હતી. તો મેકલિશના એ મિત્રનું નામ  લેરી છે.

 મેકલિશે બોસ્ટન હેરાલ્ડને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે લોટરીની જીતેલી રકમમાંથી મિત્ર લેરીને કેટલાં રૂપિયા આપવા તે હજુ નક્કી કર્યું નથી. મિકેલેશ તેના એલ્ડર પુત્રને રૂપિયા આપવા માંગે છે અને બહામાસની યાત્રા કરવા માંગે છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!